બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / VTV વિશેષ / Mahamanthan / શું ખરેખર ગામડા પોતાના સરપંચોને ઝંખી રહ્યાં છે? વહીવટદારોના ભરોસે ગામડા ક્યા સુધી રહેશે?

મહામંથન / શું ખરેખર ગામડા પોતાના સરપંચોને ઝંખી રહ્યાં છે? વહીવટદારોના ભરોસે ગામડા ક્યા સુધી રહેશે?

Last Updated: 09:56 PM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: રાજ્યમાં 2022 પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઇ નથી. સરપંચ વગર ગામના વિકાસ અને પ્રાથમિક કામોને લઇ હેરાનગતિ થઈ રહી છે

બનાસકાંઠાના ખડોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી ગુજરાતના દરેક ગામે કોઈ શીખ લેવાની જરૂર છે. ચૂંટણીમાં વિજેતા સરપંચને હરીફ ઉમેદવારે હાર પહેરાવી જીતના અભિનંદન આપ્યા, અને સામે જીત બાદ પણ સરપંચે પ્રથમવાર હરીફના હાથે જ હાર પહેર્યો. આ કોઈ સામાન્ય વાત નથી આજ કાલના રાજકારણમાં આવા દ્રશ્યો ઓછા જોવા મળે છે અને એટલે તેની અલગ છાપ ઉભરાઇ આવે છે. ગામ લોકો વચ્ચે ચૂંટાયેલા સરપંચ અને પૂર્વ સરપંચે ગામ વિકાસ માટે ખાતરી આપી તો ગામ અને સર્વ સમાજ સહિત આ વાતને લોકોએ ખૂબ પસંદ કરી. ઘણા ગામોમાં ચૂંટણી પરિણામ બાદ બબાલની તસવીરો સામે આવી હતી પણ આ નાનકડા ગામે, પૂર્વ સરપંચ અને નવનિયુક્ત સરપંચ જે કરી દેખાડ્યું તે કાબિલે દાદ છે.

પંચાયતોની ચૂંટણી

રાજ્યમાં 2022 પછી ગ્રામ પંચાયતોની ચૂંટણી થઇ નથી. સરપંચ વગર ગામના વિકાસ અને પ્રાથમિક કામોને લઇ હેરાનગતિ થઈ રહી છે. બે વર્ષ અગાઉ ચૂંટણી પંચે OBCની 10 ટકા અનામત રદ કરી. ગ્રામ પંચાયતોની ચૂંટણીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી હતી. OBCની 10 ટકા અનામત રદ કરી હતી. તમામ બેઠકોને સામાન્ય બેઠકમાં વર્ગીકૃત કરી ચૂંટણી પંચે જાહેરનામુ પ્રસિદ્ધ કરવાની તૈયારી કરી હતી. OBC સમાજના અગ્રણીઓએ વિરોધ કરતાં સરકારે ઝવેરી કમિશનની રચના કરી. ભાજપના બક્ષીપંચ મોરચાએ રજૂઆત કરી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા અનામતની માગ કરી હતી. વસતીના આધારે માપદંડો નક્કી કરીને સમીક્ષા કરવા સુપ્રીમકોર્ટે કરેલા આદેશની અવગણના કરી હતી. અઢી વર્ષ અગાઉ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં OBC અનામત વધારવાની રજૂઆત કરાઈ હતી. રાજ્ય સરકારે OBC અનામત વધારવાની રજૂઆતને લઈ રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના કરી હતી. ઝવેરી કમિશનની રચના કરીને રિપોર્ટ બનાવવા નિર્ણય કર્યો હતો. ઝવેરી કમિશને SC અને ST સમાજની બેઠકો યથાવત રાખી OBCની 10 ટકાના બદલે 27 ટકા અનામત બેઠકો રાખવા ભલામણ કરી. રાજ્ય સરકારે ઓગષ્ટ 2023માં ઝવેરી કમિશનની ભલામણો સ્વીકાર કર્યો છે

સરપંચ વગરના ગામોની સમસ્યા શું છે?

બે વર્ષથી ગ્રામપંચાયતોની ચૂંટણી થતી નથી. સરપંચના અભાવે ગામના વિકાસના કામો અટવાયા છે. વહીવટદારો 3-3 ગામોના શાસન ચલાવે છે. ગામલોકોને વહીવટદારો પાસેથી સમયસર જવાબ મળતો નથી. સામાન્ય દાખલાઓ પણ બેથી ત્રણ મહિને મળે છે. તલાટીમંત્રી પણ મરજી મુજબ મળે છે. રસ્તા,પાણી જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. ગ્રાન્ટ આવી હોવા છતાં નિર્ણયના અભાવે કામ થતાં નથી. જનતા ઇચ્છે છે કે સરપંચની ચૂંટણી શક્ય તેટલી વહેલી યોજાય છે. ધારાસભ્ય,સંસદની ગ્રાન્ટનો ગામને ફાયદો મળતો નથી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગત્યની કેમ?

પ્રાથમિક સુવિધા પૂરી પાડવાનું કામ સ્થાનિક સ્વરાજની સંસ્થાનું છે. રસ્તા,પીવાના પાણીની વ્યવસ્થા,પાણીના નિકાલની વ્યવસ્થા કરી છે. પંચાયત કે પાલિકા હસ્તગત કામગીરી હોય છે. સ્થાનિક કામોના નિકાલ માટે આ સંસ્થાઓ ખૂબજ જરૂરી છે.

રાજકીય પક્ષો માટે ચૂંટણીઓ મહત્વની કેમ?

સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજકીય પક્ષ માટે મહત્વની છે. રાજકીય કારકિર્દીની શરૂઆત સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી થઈ છે. ધારાસભ્ય કે સંસદસભ્ય સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડીને આવતા હોય છે. સ્થાનિકો ધારાસભ્ય-સંસદના સંપર્કમાં હોતા નથી. પંચાયતના સભ્ય કે કોર્પોરેટરના સંપર્કમાં લોકો હોય છે. વિધાનસભા કે લોકસભામાં ચૂંટણીમાં ગ્રામ્યસ્તરે પહોંચવા સંગઠન અગત્યનું છે. સંગઠનના માળખાને મજબૂત બનાવવા રાજકીય પક્ષો સક્રિય થતા હોય છે. કોઇ પક્ષ સીધી પંચાયતની ચૂંટણીમાં ભાગ લેતો નથી. પાર્ટી પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતી હોય છે

ગ્રામપંચાયતે કરવાના કામો

ઘર વપરાશ અને પશુ માટે પાણીની વ્યવસ્થા

ગામમાં રસ્તાની સફાઇના કામો.

સરકારી મિલકતોની જાળવણી

ગામમાં લાઇટની વ્યવસ્થા

આરોગ્યની જાળવણી

પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા

તાલુકાપંચાયતે કરવાના કામો

ગામમાં રસ્તા બનાવવા

પ્રાથમિક શાળા ખોલવી તેનું સંચાલન કરવું

તાલુકા કક્ષાએ આરોગ્યની સેવા પૂરી પાડવી

બંધારણની કલમ 243 જી પ્રમાણે સત્તાધિકાર અને જવાબદારી સોંપાઇ

સરપંચના કાર્યો/ફરજો

પંચાયતની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવું તેમજ પંચાયતના અધિકારી-કર્મચારીઓની કામગીરી ઉપર દેખરેખ નિયંત્રણ કરવું. કોઈ પણ એક પ્રસંગે 500 રૂપિયા સુધી આકસ્મિક ખર્ચ કરવાની સત્તા (2015નો સુધારો) તેમજ પંચાયત ફંડમાંથી નાણા ઉપાડવા અને તેના વહીવટની જવાબદારી નિભાવવી. પંચાયત ફંડની કસ્ટડીની જવાબદારી નિભાવવી જોઈએ. પત્રકો-રિપોર્ટ તૈયાર કરાવવા અને પંચાયત અધિનિયમ-નિયમોથી સોંપવામાં આવે તેવી બીજી સત્તા વાપરવી અને કાર્યો બજાવવા.

વાંચવા જેવું: સ્માર્ટ મીટરમાં બિલ કેમ વધારે આવે છે? PGVCLના ચીફ એન્જિનિયર આરજે વાળાએ જણાવ્યું કારણ

ઉપસરપંચના કાર્યો/ફરજો

સરપંચની ગેરહાજરીમાં પંચાયતોની બેઠકોનું અધ્યક્ષ સ્થાન લેવુ અને તેનું સંચાલન કરવુ તેમજ સરપંચની 15 દિવસથી વધુ ગેરહાજરીમાં સરપંચની સત્તા વાપરવી અને ફરજો બજાવવી અને સરપંચ-ઉપસરપંચની ગેરહાજરીમાં બેઠક નક્કી કરે તેવા સભ્યો તે બેઠકનું અધ્યક્ષ સ્થાન લેવુ. પંચાયત ફંડમાંથી નાણાં ઉપાડવા માટે ચેકમાં સરપંચ અને મંત્રીની સંયુક્ત સહીથી જ નાણાં ઉપાડી શકાશે. (2018નો સુધારો)

સંકળાયેલા મુદ્દાઓ

Election of Panchayats Panchayat Elections Mahamanthan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ