બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / VTV વિશેષ / લિપસ્ટીક, બંગડી, પાણીપુરીથી ધાનાણીના કટાક્ષ, ચૂંટણીમાં પહેલી વખત જનતાને સ્પર્શતો મુદ્દો ગુંજ્યો!

મહામંથન / લિપસ્ટીક, બંગડી, પાણીપુરીથી ધાનાણીના કટાક્ષ, ચૂંટણીમાં પહેલી વખત જનતાને સ્પર્શતો મુદ્દો ગુંજ્યો!

Last Updated: 10:03 PM, 30 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mahamanthan: રાજકોટમાં કોંગ્રેસ તરફથી મેદાને ઉતરેલા પરેશ ધાનાણીએ પોતાની ચૂંટણી સભામાં મોંઘવારીને મુદ્દો બનાવ્યો. મોંઘવારીને મુદ્દો તો બનાવ્યો પણ આ મુદ્દામાં પણ જે વસ્તુઓ મોંઘી થયાની વાત હતી તે લગભગ મહિલાઓને લગતી જ હતી

મોટેભાગે જ્યારે ચૂંટણી આવે ત્યારે ધાર્મિક અથવા તો સમાજોને ઉશ્કેરતા મુદ્દાઓની જ ચર્ચા હોય છે. આ લોકસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કાનું મતદાન નજીક છે ત્યારે મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ચર્ચાની શરૂઆત પણ ગુજરાતથી જ થઈ છે. રાજકોટમાં કોંગ્રેસ તરફથી મેદાને ઉતરેલા પરેશ ધાનાણીએ પોતાની ચૂંટણી સભામાં મોંઘવારીને મુદ્દો બનાવ્યો. મોંઘવારીને મુદ્દો તો બનાવ્યો પણ આ મુદ્દામાં પણ જે વસ્તુઓ મોંઘી થયાની વાત હતી તે લગભગ મહિલાઓને લગતી જ હતી કારણ કે સભામાં પણ મહિલાઓ જ હાજર હતી. જે ચીજવસ્તુઓના ભાવવધારાની વાત થઈ તે બંગડી, લિપસ્ટીક, પાવડર, રિબીન તથા પાણીપુરી હતી. આ તમામ ચીજવસ્તુઓ એવી છે કે જેની સાથે મહિલાઓ જ સંકળાયેલી છે પરંતુ આવી વસ્તુઓના ભાવવધારા તરફ ન તો મહિલાનું કે ન તો અન્ય સામાન્ય વ્યક્તિનું ક્યારેય ધ્યાન ગયું છે. પરેશ ધાનાણીએ જે રીતે મોંઘવારીનો મુદ્દો છેડ્યો તેને જોતા હવે એ સવાલ ચોક્કસ થાય કે આ ચૂંટણીમાં મોંઘવારી મુદ્દો બન્યો છે કે કેમ. લિપસ્ટીક, પાણીપુરી, બંગડી કે પાવડરના ભાવવધારાને મહિલાઓ મહત્વ આપે છે કે કેમ?, મહિલાઓ માટે મોંઘવારી મત પરિવર્તન કરનારો મુદ્દો બની શકે કે કેમ. સવાલો અનેક છે જેના જવાબો પણ રસપ્રદ હોય શકે છે

ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો

લોકસભાની ચૂંટણીમાં મોંઘવારીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પરેશ ધાનાણીએ મોંઘવારી જે મોટા વર્ગને સ્પર્શે છે તેની વાત કરી છે. પરેશ ધાનાણીએ મહિલાને લગતી વસ્તુઓનો ભાવવધારો ગણાવ્યો છે. મોંઘવારીના નામે ધાનાણીએ કેન્દ્ર સરકાર ઉપર કટાક્ષ કર્યા છે. સવાલ એ છે કે મોંઘવારીના મુદ્દે મહિલાઓના મત મળે ખરા? ચૂંટણીકારણમાં મોંઘવારી માત્ર રાજકીય મુદ્દો બનીને રહી ગઈ છે? સામાન્ય માણસે મોંઘવારીને મુદ્દા તરીકે સ્વીકારી છે કે મોંઘવારીને સ્વીકારી છે?

ધાનાણીએ કઈ વસ્તુના ભાવવધારાની વાત કરી?

પાણીપુરી

રિબિન

બંગડી

પાવડર

લિપસ્ટીક

પરેશ ધાનાણીએ શું કહ્યું?

પરેશ ધાનાણીએ કહ્યું કે, મોંઘવારીનો માર વધતો જાય છે. પહેલા 50 રૂપિયાની નોટમાંથી 5 રૂપિયાની કટકી થઈ જ જતી હતી. દિલ્લીમાં બેઠેલા તમારા ભાઈએ તમારી કટકી બંધ કરાવી દીધી છે. બંગડી 10 રૂપિયાની મળતી હતી તે હવે 20 રૂપિયાની થઈ છે. લિપસ્ટીક પણ મોંઘી થઈ ગઈ. પાણીપુરી 10 રૂપિયાની 20 હતી જે હવે 20 રૂપિયાની 6 થઈ છે. મહિલાઓ પાસે હજુ પણ સમય છે પાછી વળી જાય

વાંચવા જેવું: ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર

પરેશ ધાનાણીને ભાજપનો જવાબ

ભાજપે કહ્યું કે, પરેશ ધાનાણીના ડાયરા બહુ નહીં ચાલે અને મહિલાઓના મતદાનમાં ઉત્તરોત્તર વધારો થયો છે. મહિલાઓ માટે મોદી સરકારે અનેક કામ કર્યા છે. ઘરે-ઘરે શૌચાલય સરકારે બનાવ્યા છે. મહિલાઓએ દૂર સુધી પાણી ભરવા જવું પડતું તે સ્થિતિ નથી. મહિલાઓ માટે અનેક કલ્યાણકારી યોજના સરકારે આપી છે. ડાયરાથી લોકોને હસાવી શકાય પણ ચૂંટણીમાં કામ ન આવે. આ ચૂંટણી ભારતને નવી ઉંચાઈએ લઈ જવા માટેની છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ