બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર

BIG NEWS / ગૌણ સેવા મંડળે મોકૂફ પરીક્ષાની નવી તારીખો કરી જાહેર, આ તારીખથી નીકળશે કોલલેટર

Last Updated: 12:19 PM, 1 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષા લેવાનું નિર્ણય કરાયો છે. અત્રે જણાવીએ કે, 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે

GSSEB

મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષા કાર્યક્રમ જાહેર

ગૌણ સેવાએ મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કાર્યક્રમ અંગેની જાહેરાત કરતા જણાવ્યું છે કે, જાહેરાત ક્રમાંક: 212/202324, ગુજરાત ગૌણ સેવા વર્ગ-3 (ગૃપ-A તથા ગૃપ-B)ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 01/04/2024ના રોજથી શરૂ કરવામાં આવેલ છે. અગાઉ તારીખ 19/04/2024ના રોજ જણાવ્યા મુજબ પરીક્ષા કાર્યક્રમની તા.20,21,27,28 એપ્રિલ 2024 અને તારીખ 4,5 મે 2024ના રોજ રાખવામાં આવેલ તમામ શિફ્ટની પરીક્ષાઓ વહીવટી કારણોસર મોકૂફ રાખવામાં આવેલી હતી. જ્યારે તા. 08/05/2024 અને તા.09/05/2024ના રોજનો પરીક્ષા કાર્યક્રમ યથાવત રાખવામાં આવેલો છે.

વાંચવા જેવું: ગુજરાતીઓને કાળઝાળ ગરમીથી રાહત નહીં, તાપમાનનો પારો જશે 44 ડિગ્રીને પાર, પરેશ ગોસ્વામીની આગાહી

કુલ 5,554 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212/202324 ગુજરાત ગૌણ સેવા ક્લાસ 3ની ગ્રુપ A અને Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા અંતર્ગત કુલ 5,554 જગ્યાઓ પર સીધી ભરતીની માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે. આ માટે ઉમેદવારો પાસેથી 4 જાન્યુઆરી 2024થી 31 જાન્યુઆરી 2024 દરમિયાન OJAS વેબસાઈટના માધ્યમથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેની CCEની પરીક્ષા ચાર સેશનમાં CBRT પદ્ધતિથી આયોજન કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ