બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, ચામડી અને શ્વાસની તકલીફના કેસમાં ધરખમ વધારો, જાણો તબીબની સલાહ
Last Updated: 07:37 AM, 21 May 2024
રાજ્યભરમાં આગ દઝાડતી ગરમી પડી રહી છે. જેના કારણે ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. તાપમાનમાં વધઘટ થવાને કારણે ચામડી અને શ્વાસ લેવામાં તકલીફ થવાના કેસ વધ્યા છે તાપમાનનો પારો 45 ડિગ્રી પાર પહોંચી દવાખાનાંમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
ADVERTISEMENT
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત
ADVERTISEMENT
તાપમાન વધઘટ થવાને કારણે નાગરિકોના સ્વાસ્થ્ય પર ખુબ મોટી અસર થઇ રહી છે. ચામડી અને શ્વાસ લેવામાં લોકોને તકલીફ પડી રહી છે. ફેફસાની બીમારીના લોકોને સીધી અસર આ તાપમાનની થઇ રહી છે. ખાસ ફિલ્ડ વર્ક કરતા લોકોને ડીહાઇડ્રેટ થતા શ્વાસ લેવામાં તકલીફના કેસ વધ્યા છે.
ગરમીની અસર લોકોના સ્વાસ્થ્ય પર
સરકારી અને ખાનગી દવાખાનાઓમાં શ્વાસ લેવામાં તકલીફ થવી, શ્વાસનળીમાં સોજા આવવા અને વાઇરલ ઇન્ફેક્શન પણ વધ્યા છે. ફેફસાના રોગના નિષ્ણાંત તબીબની સલાહ છે કે, લોકોએ એસીનું ટેમ્પરેચર નોર્મલ રાખવું જોઈએ. જેથી અચાનક બહાર જવાનું થાય તો શરીર પર તેની અસર ન થાય. બને તો ગરમીમાં બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.