બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / સ્વાતિ માલીવાલ કેસ: તપાસને લઇ દિલ્હી પોલીસે કરી SITની રચના, આ મહિલા અધિકારી કરશે આગેવાની
Last Updated: 08:37 AM, 21 May 2024
દિલ્હી પોલીસે CM હાઉસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. અત્યાર સુધી આ કેસની તપાસ કરી રહેલા ઉત્તર જિલ્લાના એડિશનલ ડીસીપી અંજિતા ચિપિયાલા જ SITનું નેતૃત્વ કરશે.
ADVERTISEMENT
SITમાં અંજિતા ઉપરાંત ઇન્સ્પેક્ટર રેન્કના ત્રણ અધિકારીઓ સામેલ છે. તેમાંથી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના એસએચઓ પણ છે, જ્યાં કેસ નોંધાયેલ છે. SIT ટીમ સમય સમય પર વરિષ્ઠ અધિકારીઓને તપાસ રિપોર્ટ સોંપશે. જણાવી દઈએ કે SIT આ કેસમાં દરેક લિંકને જોડવાનો પ્રયાસ કરશે. સૌથી પહેલા પોલીસ વિભવનો મોબાઈલ ડેટા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. પોલીસને આશા છે કે આનાથી તેમને લીડ મળી શકે છે.
Delhi Police forms SIT to probe Swati Maliwal assault case
— ANI Digital (@ani_digital) May 21, 2024
Read @ANI Story | https://t.co/140BoosbWo#swatimaliwalassault #Delhipolice #AAP pic.twitter.com/ujfArar9CR
ADVERTISEMENT
પોલીસે રવિવારે સાંજે સીસીટીવી ડીવીઆર કબજે કર્યું હતું. તેના દ્વારા તેમનો પ્રયાસ છે કે તેઓ સીસીટીવીના બ્લેન્ક ભાગને કાઢી શકશે. અગાઉ પોલીસે માલીવાલ પર હુમલો કરવાના આરોપી વિભવ કુમારની ધરપકડ કરી લીધી હતી. બાદમાં પોલીસ વિભવને સીએમ હાઉસ લઈ ગઈ હતી, જ્યાં સીન રીક્રિએટ કરવામાં આવ્યો હતો. પોલીસ વિભવને ડ્રોઈંગ રૂમમાં પણ લઈ ગઈ જ્યાં માલીવાલ સાથે મારપીટનો આરોપ છે.
દિલ્હી પોલીસ વિભવ પાસેથી તમામ સવાલોના જવાબ જાણવા માંગે છે, 13મીએ સવારે શું થયું હતું? દિલ્હી પોલીસે ક્રમમાં તમામ પ્રશ્નોના જવાબો નોંધ્યા, તેમને મેપ કર્યા અને તેની ફોટોગ્રાફી પણ કરી. જણાવી દઈએ કે વિભવ કુમારના રિમાન્ડનો આજે ત્રીજો દિવસ છે. પોલીસ તેને ગુરુવારે કોર્ટમાં રજૂ કરશે.
વિભવ કુમાર પર શું છે આરોપ?
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે સીએમ હાઉસમાં તેની સાથે મારપીટનો આરોપ લગાવ્યો છે. તેમણે આ આરોપો કેજરીવાલના નજીકના સહયોગી વિભવ કુમાર પર લગાવ્યા છે. પાર્ટીના નેતા સંજય સિંહે બાદમાં કહ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સ્વાતિ માલીવાલ સાથેની ઘટનાની નોંધ લીધી છે અને તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. સંજય સિંહે જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સોમવારે સીએમ કેજરીવાલને મળવા આવી હતી. તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી. ત્યારે વિભવ કુમાર ત્યાં પહોંચ્યો અને સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તન કર્યું.
આ પહેલા સોમવારે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનમાં આવી હતી અને મુખ્યમંત્રી કેજરીવાલના અંગત સ્ટાફના સભ્ય પર સીએમ હાઉસમાં હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે આ મામલે FIR નોંધીને તપાસ હાથ ધરી છે.
દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે વિભવ કુમાર
સ્વાતિ માલીવાલ પર હુમલો કરવાના આરોપી વિભવ કુમાર દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. 18 મેના રોજ તીસ હજારી કોર્ટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. શનિવારે બપોરે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ પછી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં પૂછપરછ બાદ સાંજે 4.15 વાગ્યે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેણે તીસ હજારી કોર્ટમાં વચગાળાની જામીન અરજી પણ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી.
વધુ વાંચો: છત્તીસગઢમાં દર્દનાક દુર્ઘટના: 18 લોકોના મોત!, મજૂરો ભરેલી પિકઅપ 20 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી
આ કલમો હેઠળ નોંધાયો કેસ
દિલ્હી પોલીસે આ મામલામાં વિભવ વિરુદ્ધ FIR નોંધી છે. હાલમાં, આ એફઆઈઆરમાં, પોલીસે વિભવ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 308 (ગેરઈરાદે હત્યાનો પ્રયાસ), 323 (મારપીટ કરવી), 341 (ખોટી રીતે રોકવું), 354 (શીલભંગના ઈરાદાથી હુલ્મો), 354B (મહિલાને નિર્વસ્ત્ર કરવાનો પ્રયાસ), 506 (ગુનાહિત ધાકધમકી) અને 509 (મહિલાના શીલહરણનો પ્રયાસ) લગાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT