બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / 'મારી માટે આ ચિંતાનો વિષય છે કે....', ભારતીય યુવાઓને ગૌતમ ગંભીરની ચેતવણી, જુઓ શું કહ્યું
Last Updated: 09:04 AM, 21 May 2024
ભૂતપૂર્વ ઓપનર ગૌતમ ગંભીરની કપ્તાની હેઠળ ભારત 2011 ODI વર્લ્ડ કપ ફાઇનલમાં જીતી હતી અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ 2012 અને 2014 માં IPL ટાઈટલ જીત્યું હતું. હવે, તેમના માર્ગદર્શન હેઠળ, ટીમ IPL 2024 ના પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. સામાન્ય રીતે તેઓ મેચ દરમિયાન ઘણીવાર ગંભીર દેખાય છે અને આક્રમક મૂડમાં હોય છે. ગૌતમે હવે પોતાના 'ગંભીર' ચહેરાને લઈને મોટું નિવેદન આપ્યું છે. સાથે જ IPLને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
Gautam Gambhir said, "people don't come to watch me smile, they come to watch me win. I want to return to the dressing room by winning. I've the right to do everything within the spirit of the game to beat the opponents". (Ashwin YT). pic.twitter.com/fEgUDao7W2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 20, 2024
ગૌતમ ગંભીર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ક્રિકેટની ગુણવત્તાથી પ્રભાવિત છે પરંતુ તે નથી ઈચ્છતા કે ફ્રેન્ચાઈઝી આધારિત ટી20 લીગ યુવા ખેલાડીઓ માટે ભારતીય ટીમમાં પ્રવેશવાનો માર્ગ બને. સ્પિનર રવિચંદ્રન અશ્વિન સાથે વાતચીત દરમિયાન ગંભીરે કહ્યું, "મારા માટે સૌથી મોટી ચિંતા એ છે કે કેટલા યુવાનો ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવા માંગે છે. મને આશા છે કે આઈપીએલ ભારત માટે રમવાનો શોર્ટકટ સાબિત થશે નહીં.'
ADVERTISEMENT
Agree with Gautam Gambhir's views on IPL being tougher than T20Is?#IPL2024 #IPL pic.twitter.com/bqPkkmvRzt
— Circle of Cricket (@circleofcricket) May 20, 2024
આગળ એમને એમ પણ કહ્યું કે, 'આઈપીએલથી ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટરોને ફાયદો થયો છે, આજે જ્યારે હું આંતરરાષ્ટ્રીય ટી-20 ટીમોને જોઉં છું અને જ્યારે ભારત સામે રમવાની વાત આવે છે, ત્યારે બે-ત્રણ ટીમો સિવાય મને વધુ સ્પર્ધા દેખાતી નથી.. તેથી, મને લાગે છે કે આજના સમયમાં, IPL આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ કરતાં વધુ સ્પર્ધાત્મક બની ગયું છે. બસ સ્થાનિક ખેલાડીઓની ગુણવત્તા બદલાઈ છે, જે રીતે સ્થાનિક ખેલાડીઓ IPLમાં રમવા માંગે છે અને જે રીતે તેઓ T20 ક્રિકેટ રમવા માંગે છે.'
જ્યારે ગૌતમ ગંભીરને તેના 'ગંભીર' ચહેરા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે, 'ઘણી વખત લોકો મારા વિશે કહે છે કે તે હસતો નથી કે પ્રેમ નથી કરતો. તે હંમેશા આક્રમક લાગે છે પણ લોકો મને હસતા જોવા નથી આવતા. મારી ટીમની જીત જોવા લોકો આવે છે. હું ‘મનોરંજન’માં નથી અને હું બોલિવૂડ એક્ટર નથી કે હું કોર્પોરેટમાં નથી. હું ક્રિકેટર છું.”
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
India England 1st T20I news / થઈ જાવ તૈયાર! ભારત ઈંગ્લેન્ડ ટી20-વનડે મેચોની મજા અહીં માણી શકાશે, 22મીથી શરુ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.