બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / હવેથી PF ખાતાધારકના મોત પર નોમિનીને રૂપિયા લેવામાં નહીં પડે કોઈ તકલીફ, બદલાયા EPFOના નિયમ

કામની વાત / હવેથી PF ખાતાધારકના મોત પર નોમિનીને રૂપિયા લેવામાં નહીં પડે કોઈ તકલીફ, બદલાયા EPFOના નિયમ

Last Updated: 08:53 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આધાર સાથે સંબંધિત નિયમોને કારણે EPF સભ્યના નોમિનીને પૈસા ચૂકવવામાં સમય લાગી રહ્યો હતો. ડેથ ક્લેમનાં તાત્કાલિક સેટલમેન્ટ માટે હવે EPFOએ નિયમ બદલી દીધો છે.

એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ PF ખાતાધારકના ડેથ ક્લેમના નિયમોને સરળ બનાવી દીધા છે. નિયમોમાં ફેરફારને કારણે હવે PF ખાતાધારકના નોમિનીને સરળતાથી પૈસા મળી જશે. EPFOએ આ જાણકારી આપતા એક પરિપત્ર બહાર પાડ્યો છે. હવે નવા નિયમ મુજબ, જો કોઈ પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે અને તેનું પીએફ ખાતું આધાર સાથે લિંક નથી થયું અથવા આધાર કાર્ડમાં આપવામાં આવેલી માહિતી પીએફ ખાતા સાથે આપવામાં આવેલી માહિતી સાથે મેળ ખાતી નથી, તો પણ તે ખાતાધારકના પૈસા તેના નોમિનીને ચૂકવી દેવામાં આવશે.

નોમિનીને પૈસા મેળવવામાં જે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને EPFOએ મૃત્યુના દાવા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. નિયમોમાં ફેરફાર પહેલા, જો આધારની વિગતોમાં કોઈ ભૂલ હોય અથવા ટેક્નિકલ સમસ્યાને કારણે આધાર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો ડેથ ક્લેમ લેવામાં મુશ્કેલી પડતી હતી. અધિકારીઓએ મૃત સભ્યની આધાર વિગતોને મેચ કરવા માટે ઘણા પ્રયત્નો કરવા પડતા હતા. જેના કારણે ક્લેમ મેળવવામાં ઘણો સમય લાગતો હતો અને નોમિનીને ઘણી દોડધામ કરવી પડી હતી.

epfo-1.jpg

ફિઝિકલ વેરિફિકેશન પછી પૈસા આપવામાં આવશે

EPFOએ કહ્યું કે કોઈના મૃત્યુ પછી આધારમાં આપેલી માહિતીને સુધારી શકાતી નથી. તેથી, હવે ફિઝિકલ વેરિફિકેશન બાદ નોમિનીને પૈસા ચૂકવવામાં આવશે. પૈસા માટે હકદાર નોમિની અથવા પરિવારના સભ્યની સત્યતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. કોઈપણ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે EPFO ​​દ્વારા ખાસ કાળજી લેવામાં આવી છે. જોકે, આ માટે પ્રાદેશિક અધિકારીની પરવાનગી ફરજિયાત રહેશે.

પ્રાદેશિક અધિકારીની મંજૂરી બાદ પીએફની રકમ નોમિનીને ચૂકવવામાં આવશે. જો પીએફ ખાતાધારકના આધારે આપવામાં આવેલી માહિતી ખોટી હશે તો આ નિયમ લાગુ થશે. જો EPFO ​​UAN પાસે સભ્યની માહિતી ખોટી છે, તો પૈસાની ચુકવણી માટે બીજી પ્રક્રિયાને અનુસરવી પડશે.

વધુ વાંચો: તમે પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરો છો તો મળશે 7 લાખ રૂપિયાનો મફત વીમો, જાણો કેવી રીતે મળશે લાભ

નોમિની ન હોય તો કાનૂની વારસદારને મળશે પૈસા

જો PF ખાતાધારકે આપેલી પોતાની માહિતીમાં નોમિનીનું નામ ન આપ્યું હોય અને તેનું મૃત્યુ થઈ જાય છે તો PF ના પૈસા મૃત વ્યક્તિના કાનૂની વારસદારને ચૂકવવામાં આવશે. વારસદારે અન્ય દસ્તાવેજો સાથે તેનું આધાર કાર્ડ પણ આપવાનું રહેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Utility News EPF Withdrawal Death Claim Process EPFO
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ