બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: હવેથી આઠ નહીં, ચાર વિષયની લેવાશે ઓનલાઈન Exam, જાણો વિગત
Last Updated: 08:04 AM, 21 May 2024
લોકસભાની ચૂંટણીને પગલે અગાઉ સીએની પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવામા આવ્યો હતો. તો હવે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અત્રે જણાવીએ કે, ચાર વિષયની CAની પરીક્ષા ઓનલાઈન લેવાશે
ADVERTISEMENT
ઓનલાઈન પરીક્ષા માટે પોર્ટલ લોન્ચ કરાયો
ADVERTISEMENT
ચાર વિષયની ઓનલાઈન પરીક્ષા લેવાની હોવાથી તે ટેસ્ટ માટે પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ટરમીડિયેટ અને ફાઈનલમાં ચાર પેપર ઘટાડ્યા પણ છે. અહીં ટાંકીયે કે, આઠ પેપરને બદલે હવે ફક્ત છ પેપર લેવાશે તેમજ ઘટાડેલા ચાર પેપરની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય લીધો છે. દેશના 150 સેન્ટરો પર ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંચવા જેવું: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, ચામડી અને શ્વાસની તકલીફના કેસમાં ધરખમ વધારો, જાણો તબીબની સલાહ
અગાઉ તારીખો બદલાઈ હતી
અત્રે જણાવીએ કે, અગાઉ ધ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા લોકસભાની ચૂંટણીને લઇને મે માસમાં લેવાનારી પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરી હતી. જે બાદ હવે પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફારની જાહેરાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.