બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / આખરે કોણ બદલશે IPL એલિમિનેટરનો ઇતિહાસ, કોહલી કે સંજુ? એકસમયનો રેકોર્ડ રહી ચૂક્યો છે ખરાબ
Last Updated: 08:00 AM, 21 May 2024
IPL 2024 ની સીઝન તેના છેલ્લા ચરણમાં પહોંચી ગઈ છે. 70 મેચો રમાઈ ચુકી છે અને હવે પ્લેઓફની ચાર ટીમો નક્કી થઈ ગઈ છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ સૌથી પહેલા અને પછી બીજા સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ. આ પછી ત્રીજા નંબરે રાજસ્થાન રોયલ્સ (RR) અને ચોથા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) છે. પ્લેઓફમાં ટોપની બે ટીમોને ફાઇનલમાં પહોંચવાની બે તક મળે છે, જ્યારે ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમોએ એલિમિનેટર મેચ રમવાની હોય છે.
ADVERTISEMENT
ટાઇટલ જીતવા માટે, એલિમિનેટર ટીમે પ્લેઓફમાં એન્ટ્રી કરતાની સાથે જ સતત 3 મેચ જીતવી પડે છે, ત્યારે તેને ટાઇટલ મળે છે આવી સ્થિતિમાં એલિમિનેટર રમી રહેલી ટીમ માટે ટાઇટલ જીતવું ઘણું મુશ્કેલ બની જાય છે. આઈપીએલના ઈતિહાસમાં આવું માત્ર એક જ વાર બન્યું છે, જ્યારે એલિમિનેટર રમનાર ટીમે ટાઈટલ જીત્યું હોય.
𝗧𝗵𝗲 𝗙𝗶𝗻𝗮𝗹 𝗖𝗮𝗹𝗹 ✈️
— IndianPremierLeague (@IPL) May 20, 2024
Mark your calendars folks, it all comes down to this! 🗓️ 🙌
Who are you backing to lift the 🏆?#TATAIPL | #TheFinalCall pic.twitter.com/84bsMe5FWK
ADVERTISEMENT
જણાવી દઈએ કે ક્વોલિફાયર અને એલિમિનેટરની સિસ્ટમ 2011થી શરૂ કરવામાં આવી હતી. ત્યારપછી માત્ર હૈદરાબાદની ટીમ એલિમિનેટર જીતીને ચેમ્પિયન બની છે. આઈપીએલ 2016માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) એલિમિનેટર જીતીને ચેમ્પિયન બની હતી. ત્યારે આ ટીમની કપ્તાની ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરના હાથમાં હતી. આ ખરાબ રેકોર્ડ જોઇને જો આ વખતે વિરાટ કોહલીની RCB અને સંજુ સેમસનની રાજસ્થાનની ટીમે ટાઈટલ જીતવું હોય તો પોતાની પૂરી તાકાત લગાવીને ઈતિહાસ બદલવો પડશે.
ફાઇનલમાં બેંગલુરુને જ મળી હતી કારમી હાર
ADVERTISEMENT
2016ની સિઝનમાં, હૈદરાબાદની ટીમે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. ત્યારબાદ આ ટીમે એલિમિનેટર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 22 રને હરાવ્યું હતું. આ પછી ક્વોલિફાયર-2માં ગુજરાત લાયન્સ (GL) સાથે ટક્કર થઈ હતી, જેમાં તેણે 4 વિકેટે જીત મેળવી હતી. જ્યારે વિરાટ કોહલીની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહીને ક્વોલિફાઈ થઈ હતી. તેમજ ક્વોલિફાયર-1માં તેણે ગુજરાત લાયન્સને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અહીં ફાઈનલમાં સનરાઈઝર્સ ટીમને 8 રનથી હરાવીને ટાઈટલ જીત્યું હતું.
Next Stop 👉 Ahmedabad! ✈️
— IndianPremierLeague (@IPL) May 19, 2024
𝗤𝘂𝗮𝗹𝗶𝗳𝗶𝗲𝗿 𝟭 calling 💜🧡
Kolkata Knight Riders 🆚 Sunrisers Hyderabad#TATAIPL | #KKRvSRH | #Qualifier1 | @KKRiders | @SunRisers pic.twitter.com/NvGURFEmnz
ADVERTISEMENT
વધુ વાંચો: "લોકો યાદ રાખશે", પ્લે ઓફની મેચ પહેલા આ દિગ્ગજ ખેલાડીએ આપ્યો રિટાયરમેન્ટનો સંકેત
પ્લેઓફનું શેડ્યુલ
ADVERTISEMENT
પહેલી ક્વોલિફાયર અમદાવાદમાં 21 મેએ કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે રમાશે, જયારે 22 મેએ રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે એલિમિનેટર રમાશે. આ પછી ક્વોલિફાયર-1 હારનાર ટીમ અને એલિમિનેટર જીતનાર ટીમ વચ્ચે ચેન્નઈમાં 24 મેએ ક્વોલિફાયર-2 રમાશે. અને ક્વોલિફાયર-1 જીતનાર ટીમ અને ક્વોલિફાયર-2 જીતનાર ટીમ વચ્ચે 26 મેએ ચેન્નઈમાં ફાઈનલ રમાશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.