બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો

હેલ્થ ટિપ્સ / માઇગ્રેનથી છો પરેશાન? તો રસોડાની આ 2 ચીજ તમને અપાવશે ભયંકર દર્દથી છૂટકારો

Last Updated: 08:15 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Home Remedies For Migraine: માઈગ્રેનનો દુખાવો ખૂબ જ ભયંકર હોય છે. માઈગ્રેન શરીરના બ્લડ સર્કુલેશનને પ્રભાવિત કરે છે જેના કારણે હાર્ટ એટેકનો ખતરો વધે છે. તેના કારણે વ્યક્તિ સ્ટ્રેસ અને ડિપ્રેશનનો પણ શિકાર થઈ શકે છે.

માઈગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો છે જેમાં માથાના અડધા ભાગમાં દુખાવો થાય છે. આ દુખાવો ક્યારેક ક્યારેક નોર્મલ હોય છે અને ક્યારેક ક્યારેક ખૂબ જ ભયંકર, જેને સહન કરવો મુશ્કેલ હોય છે. ઊંઘની કમી, મોડા સુધી ભુખ્યા રહેવું, દિવસનો વધારે પડતો સમય મોબાઈલ, લેપટોપ અને ટીવી પર પસાર કરવો જેવા ઘણા કારણોના કારણે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે.

headache-2

માઈગ્રેનની સારવાર સંપૂર્ણ રીતે પોસિબલ નથી. પરંતુ ડોક્ટર અમુક દવાઓના દ્વારા તેને ઓછુ કરી શકે છે. જોકે અમુક આયુર્વેદિક ઉપાય પણ તેમાં અસરકારક સાબિત થઈ શકે છે. માઈગ્રેન તમારી આંખોને પણ નુકસાન પહોંચાડી શકે છે માટે તેને હલકામાં લેવાની ભૂલ ન કરો. જાણો માઈગ્રેન પેનથી છુટકારો મેળવવાના ઉપાય.

હર્બલ ટી

આ હર્બલ ટીને આમ તો તમારે લંચ કે ડિનર બાદ પીવાની છે. પરંતુ માઈગ્રેન પેન થવા પર પણ આ ચાને બનાવીને પી શકો છો.

tea-3

આ રીતે બનાવો હર્બલ ટી

સામગ્રી

1 ગ્લાસ પાણી,

1/2 ટીસ્યૂન અજમો

1 વાટેલી ઈલાયચી

1 ટીસ્યૂન જીરૂ

1 ટેબલસ્પૂન આખા ધાણા

5 ફૂદીનાના પાન

બનાવવાની રીતે

બધી વસ્તુઓને ત્રણ મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર ઉકાળો અને થોડુ ઠંડુ કરી પીવો.

વધુ વાંચો: અણધાર્યા નફા માટે થઈ જાઓ તૈયાર! આ જન્મતારીખવાળા લોકોનું ચમક્યું નસીબ

dray-2

પલાળેલી સૂકી દ્રાક્ષ

સવારે ઉઠ્યાના તરત બાદ સૌથી પહેલા તમારે દ્રાક્ષ ખાવીની છે. તેના માટે 10થી 15 દ્રાક્ષને આખી રાત પાણીમાં પલાળી લો. સવારે પાણીથી કાઢીને તેને સારી રીતે ચાવીને ખાઓ. સતત 12 અઠવાડિયા સુધી તેને ખાધા બાદ તમને તેનો ફાયદો જોવા મળશે. આ શરીરના પિત્તને ઓછુ કરે છે. જેનાથી માઈગ્રેનનો દુખાવો દૂર થાય છે સાથે જ એસિડિટી પણ દૂર થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Migraine માઇગ્રેન Headache Health News હેલ્થ ટિપ્સ Home Remedies
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ