બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ઊંઘ નથી આવતી? તો નિષ્ણાંતે કહેલા આ ઉપાય અપનાવજો, આવશે મજેદાર ઊંઘ

આરોગ્ય / ઊંઘ નથી આવતી? તો નિષ્ણાંતે કહેલા આ ઉપાય અપનાવજો, આવશે મજેદાર ઊંઘ

Last Updated: 08:25 AM, 21 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપોર્ટ્સ અનુસાર દર પાંચમાંથી એક વ્યક્તિને પૂરતી ઊંઘ આવતી નથી, તેથી ગાઢ ઊંઘ મેળવવા માટે તમારા આહારમાં શું ફેરફાર કરી શકાય છે તે જાણવું જોઈએ.

સ્વસ્થ રહેવા માટે આહારની સાથે સાથે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે અને કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ હોય છે. ડોકટર કેટલાક લોકોને દવા લેવાની સલાહ આપે છે. પણ શું તમને ખબર છે કે ઘણા લોકો એવા છે જેઓ તેમની ખાવાની આદતોને કારણે પૂરતી ઊંઘ નથી આવતી. પરંતુ હવે તમારે ગાઢ ઊંઘ માટે વધારે મહેનત કરવાની જરૂર નથી.

sleep-1_4

જે ખાઈએ છીએ તેની અસર ઊંઘ પર થાય છે

આપણે રાત્રે શું ખાઈએ છીએ એટલું જ નહીં પરંતુ દિવસભર જે ખાઈએ છીએ તેની પણ આપણી ઊંઘ પર અસર થાય છે. આવી સ્થિતિમાં, કેટલીકવાર તે જાણવું મદદરૂપ થઈ શકે છે કે તમારા આહારમાં કયા ફેરફારો તમને ગાઢ ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. નિષ્ણાત અનુસાર પૂરતી ઊંઘ ન થવાને કારણે માત્ર બીજા દિવસે કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું કે મુશ્કેલ નથી બનતું પરંતુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

મેડિટેરેનિયન પેટર્ન ડાયટ

સાથે જ એમ પણ જણાવ્યું કે જેમને ઊંઘ ના આવવાની તકલીફ હોય તેઓ મેડિટેરેનિયન પેટર્ન ડાયટ લેવાથી સારી ઊંઘ લેવામાં મદદ મળી શકે છે. આ ડાયટ માત્ર ઊંઘ પર સકારાત્મક અસર નથી કરતી પણ તેની સાથે હૃદય રોગ, કેન્સર, પ્રકાર 2 ડાયાબિટીસને પણ ઘટાડી શકે છે અને જીવનને લંબાવી શકે છે.

woman-sleeping_0

સારી ઊંઘ માટે સુતા પહેલા ખાઓ આ વસ્તુઓ

સારી ઊંઘ મેળવવા માટે રાત્રે બેડ પર જતા પહેલા એક ગ્લાસ ગરમ દૂધ જરૂર પીવું જોઈએ. દૂધમાં Tryptophan અને serotonin હોવાના કારણે રાત્રે સારી ઊંઘ આવે છે. સાથે જ રાત્રે કેળુ ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. કેળામાં મળી આવતા તત્વોથી મસલ્સ સ્ટ્રેસ મુક્ત રહે છે. સાથે જ તમે બદામ ખાઈ શકો છો અથવા ચેરીનું જ્યુસ પણ પી શકો છો.

વધુ વાંચો: દર અઠવાડિયે કેટલું વજન ઘટાડવું ફાયદાકારક? ICMRએ જાહેર કરી વેઈટ લોસ

નિષ્ણાત અનુસાર ઓલિવ ઓયલ ખાવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે જ આહારમાં ઈંડાનો સમાવેશ કરવો જોઈએ અને ડાયટમાં નટ્સ પણ સામેલ કરવા જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Diet For Better Sleep tips for sleep health tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ