બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / એક તરફ સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે ગુજરાત સરકારે બેઠક યોજી, તો બીજી બાજુ મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો, હવે શું?
Last Updated: 08:48 AM, 21 May 2024
રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિરોધને લઈને સરકાર સતર્ક બની છે. સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જે બેઠકમાં ચારેય વીજ કંપનીઓના વડા હાજર રહ્યાં હતા. તો બીજી તરફ વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈ હાઈકોર્ટમાં અરજી કરી છે.
ADVERTISEMENT
સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા બેઠક
ADVERTISEMENT
જે ઉચ્ચસ્તરીય મળેલી બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી ઠેર-ઠેર સ્માર્ટ પ્રિપેડ મીટરને લઇ વિરોધ જોવા મળી રહ્યો છે. એક મહિનાનું લાઈટ બિલ માત્ર બે દિવસની અંદર જ આવતા હોવાના આક્ષેપ સાથે મધ્યમવર્ગીય લોકોમાં ભારે રોષ ભભૂક્યો છે.
વાંચવા જેવું: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર: હવેથી આઠ નહીં, ચાર વિષયની લેવાશે ઓનલાઈન Exam, જાણો વિગત
સ્માર્ટ મીટરનો મુદો હાઈકોર્ટમાં પહોંચ્યો
સ્માર્ટ મીટરના મુદ્દા હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.