બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / VTV વિશેષ / સમાજના નામે ઈરાદાપૂર્વક રાજકારણ! જૂના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કેમ કરવામાં આવે છે?

મહામંથન / સમાજના નામે ઈરાદાપૂર્વક રાજકારણ! જૂના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કેમ કરવામાં આવે છે?

Last Updated: 08:57 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું તેને ભાજપે મુદ્દો બનાવ્યો છે અને રાહુલ ગાંધીએ પણ આડકતરી રીતે ક્ષત્રિય સમાજની વાત કરી છે.

એવું લાગે છે કે રાજકારણ અને સમાજકારણ એકબીજા સાથે ઘર્ષણમાં આવ્યા વગર નહીં રહે, કારણ કે આદર્શ સ્થિતિ એવી છે કે સમાજકારણ અને રાજકારણને ઘર્ષણ ન થવું જોઈએ. વર્તમાન સમયમાં નેતાઓના નિવેદનો જ એવા આવે છે કે જેમાં ચોક્કસ સમાજ જાણી જોઈને અથવા અજાણતા નિશાને હોય. ગુજરાતમાં પરશોતમ રૂપાલાએ કરેલા નિવેદનના પડઘા શમાવવાના પ્રયાસ ચાલુ છે એવામાં તો કોંગ્રેસના શાહજાદા તરીકે જેને આજકાલ સંબોધન થઈ રહ્યું છે એવા રાહુલ ગાંધીએ પણ આડકતરી રીતે એવુ નિવેદન આપ્યું જે તેના માટે સેલ્ફ ગોલ સાબિત થાય તો નવાઈ નહીં. બેલ્લારીની એક સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે દેશમા બંધારણ નહતું ત્યારે રાજા-મહારાજાઓ ઈચ્છે તેની જમીન હડપ કરી લેતા હતા જેની સામે પ્રધાનમંત્રીએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે કોંગ્રેસના શાહજાદા રાજા-મહારાજાઓનું યોગદાન તો ભૂલી જ ગયા છે પરંતુ નવાબો, સુલતાનો કે નિઝામોએ કરેલા અત્યાચાર વિશે એક શબ્દ પણ નથી બોલતા. મુદ્દો ટ્વીસ્ટ થઈ ગયો છે અને રાહુલ ગાંધીએ શરૂઆત કરીી છે એટલે તેના પડઘા પડતા રહેશે પણ પાયાનો પ્રશ્ન એટલો જ છે કે રાજકીય લાભ માટે ઈતિહાસે આપેલા ઘાને ખોતરવા કેટલા યોગ્ય છે?. ચોક્કસ સમાજની વાત કરીને નેતાઓએ રાજકીય લાભ શા માટે ખાટવો છે.

નિવેદનોનું રાજકારણ

રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. રાહુલ ગાંધીએ જે નિવેદન કર્યું તેને ભાજપે મુદ્દો બનાવ્યો છે. રાહુલ ગાંધીએ પણ આડકતરી રીતે ક્ષત્રિય સમાજની વાત કરી છે. રાહુલ ગાંધીના નિવેદન સામે ભાજપનો વળતો પ્રહાર આવ્યો છે. વાર-પલટવારનું રાજકારણ યથાવત જોવા મળી રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે નેતાને ઈતિહાસમાંથી જ મુદ્દા કેમ મળે છે? જૂના ઘા ઉપર મીઠું ભભરાવવાનું કામ કેમ કરવામાં આવે છે?

રાહુલ ગાંધીએ શું કહ્યું?

રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમા બંધારણ નહતું ત્યારે દલિત, ગરીબ, પછાત, આદિવાસીના કોઈ હક નહતા. રાજા-મહારાજાઓનું દેશમાં રાજ હતું. રાજા-મહારાજાઓ જે ઈચ્છે તે કરી શકતા હતા. જેની પણ જમીન જોઈએ તે હડપ કરી લેતા હતા. કોંગ્રેસ અને તેના કાર્યકરોએ જનતા સાથે મળીને આઝાદી મેળવી છે. કોંગ્રેસ અને દેશની જનતા થકી દેશમાં લોકશાહી આવી છે. દેશને બંધારણ થકી હક મળ્યા છે. ભાજપ વિચારે છે કે બંધારણને ખતમ કરવું. કોઈ તાકાત એવી નથી જે દેશના બંધારણને ખતમ કરી શકે

વાંચવા જેવું: 'RSS અને BJP સંવિધાન ખતમ કરવા માંગે છે',દમણમાં રાહુલ ગાંધીના ચાબખા

પ્રધાનમંત્રીએ શું કહ્યું?

તેમણે કહ્યું કે, વોટબેંક માટે કોંગ્રેસ ઈતિહાસ સાથે છેડછાડ કરે છે. કોંગ્રેસના શાહજાદાએ શિવાજી મહારાજ, મહારાણી ચિન્નમ્મા જેવી વિભૂતિઓનું અપમાન કર્યું. રાજા-મહારાજાની દેશભક્તિ આજે પણ આપણને પ્રેરણા આપે છે. કોંગ્રેસના શાહજાદા મૈસૂરુ રાજઘરાનાનું યોગદાન ભૂલી ગયા લાગે છે. શાહજાદાનું નિવેદન વોટબેંકના રાજકારણ માટે. વધુમાં કહ્યું કે, દેશમાં નવાબ, નિઝામ કે સુલતાને જે અત્યાચાર કર્યા તે શાહજાદા ભૂલી ગયા કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચાર યાદ આવતા નથી. ઔરંગઝેબના ગુણગાન ગાનારી પાર્ટી સાથે કોંગ્રેસ ગઠબંધન કરે છે. ઔરંગઝેબે મંદિર તોડ્યા, ગૌહત્યાઓ કરી, તીર્થસ્થળોને નુકસાન પહોંચાડ્યું, કોંગ્રેસને એ નવાબ યાદ ન આવ્યા જે ભારતના ભાગલામાં આગળ પડતા હતા. બનારસના મહારાજા વગર બનારસ હિંદુ યુનિવર્સિટી સંભવ નહતી. મહારાણી અહલ્યાબાઈ વિના મંદિરોનો જીર્ણોદ્ધાર શક્ય નહતો. વડોદરા સ્ટેટના મહારાજાએ આંબેડકર સાહેબને વિદેશ ભણવા મોકલ્યા હતા. કોંગ્રેસની તુષ્ટિકરણની માનસિકતા ખુલ્લી પડી ગઈ છે

લક્ષ્મણસિંહ યાદવનું નિવેદન

રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવની આગેવાની હેઠળ કારડીયા અને નાડોદા રાજપૂત સમાજના આગેવાનો બેઠકમાં જોડાયા હતા. બેઠક બાદ લક્ષ્મણસિંહ યાદવે જણાવ્યુ હતુ કે, દેશ હિત ખાતર અમે ભાજપને સમર્થન કરીશું. પરષોત્તમ રૂપાલાએ અગાઉ માફી માગી હોવાથી તે મુદ્દો હવે રહેતો નથી. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજ પાસે જઈ સમજાવવાનો પ્રયાસ કરીશું. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી મામલો થાળે પાડવાના પ્રયત્નો કરીશું. મહત્વપૂર્ણ છે કે, સી.આર.પાટીલે સુરત ખાતે પણ કારડીયા રાજપૂત સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ