બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતથી લઈ નવસારી સુધી મેઘમહેર, અનેક વિસ્તારો જળમગ્ન, જુઓ Video
Last Updated: 01:18 PM, 21 July 2026
Gujarat Rain Forecast: રાજ્યમાં આજે વરસાદનો વધુ એક રાઉન્ટ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. સુરત, વલસાડ, નવસારીમાં મેઘરાજા મનમુકીને વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયુ છે. નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અપાયું છે.
ADVERTISEMENT
આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
નવસારી, વલસાડ અને દાદરા-નગર હવેલીમાં ભારે વરસાદ, ગાજવીજ અને
41 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાવાની શક્યતા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નર્મદા,
છોટાઉદેપુર, વડોદરા, દીવ-દમણમાં પણ વરસાદની આગાહી, અમરેલી, ગીર સોમનાથ,
ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર,… pic.twitter.com/zX9bGBuqg9
સુરત બમરોલી ખાડી ઓવરફ્લો
ADVERTISEMENT
સુરતમાં મુશળધાર વરસાદની લઇ ખાડી ઓવરફ્લો થઇ છે. સુરત બમરોલી ખાડી ઓવરફ્લો થતા કમર સુધીના પાણી ભરાયા છે. ખાડી ઓવરફ્લો થતાં બમરોલી અલથાણ રોડ પાણીમાં ગરકાવ થયો છે. ખાડી કિનારે બનાવવામાં આવેલા ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડેમી પાણીમાં ગરકાવ થયુ છે. બમરોલી થી અલથાણનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા અનેક લોકો પરેશાન બન્યા છે.
વહેલી સવારથી ધોધમાર વરસાદ, પાંડેસરા-ભેસ્તાન માર્ગ પર 2 ફૂટ સુધી પાણી; વાહનચાલકો મુશ્કેલીમાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદે અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા છે. પાંડેસરાથી ભેસ્તાન તરફનો માર્ગ તેમજ સચિન તરફ જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયો છે.… pic.twitter.com/G2PMcTVxUy
ADVERTISEMENT
મુશળધાર વરસાદથી બમરોલી ખાડી ઓવરફ્લો, અલથાણ રોડ પાણીમાં ગરકાવ; જનજીવન પ્રભાવિત
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
સુરત શહેરમાં મુશળધાર વરસાદના કારણે બમરોલી વિસ્તારમાં આવેલી ખાડી ઓવરફ્લો થઈ જતાં આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. બમરોલીથી અલથાણને જોડતો મુખ્ય માર્ગ કમર સુધીના પાણીમાં ગરકાવ થતાં વાહનવ્યવહાર… pic.twitter.com/1FyyHt9lGh
સુરતમાં બીજા વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. કડોદરાથી સુરત જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાતા ટ્રાફિકજામ થયો છે. વરસાદી પાણીનો નિકાલ ન થતા સમસ્યા થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
ADVERTISEMENT
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ! નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ#Surat #HeavyRain #Monsoon #Waterlogging #SuratNews #GujaratNews #VTVDigital pic.twitter.com/mk1IwhPwKk
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી પર પાણી ફરી વળ્યું છે. ભારે વરસાદને લઈ શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરની અનેક સોસાયટી અને રસ્તામાં પાણી ભરાયા છે. શ્રીનિવાસ વિસ્તારનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
ADVERTISEMENT
સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ! રસ્તાઓ પર 2 ફૂટ પાણી, વાહનચાલકો પરેશાન#Surat #HeavyRain #Waterlogging #Monsoon #GujaratNews #SuratNews #VTVDigital pic.twitter.com/p2K6OUvJaf
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
4 ઈંચથી વધુ વરસાદ બાદ દૂધની વિસ્તારમાં નાળું ધોવાયું, વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં છેલ્લા 24 કલાક દરમિયાન 4 ઈંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મુશ્કેલીઓ ઉભી થઈ છે.… pic.twitter.com/rH48VEpVQ2
ADVERTISEMENT
સવારથી અવિરત વરસાદ, લુંસીકુઈ અને સત્યસાઈ સોસાયટીમાં પાણી ભરાયા; લોકો પરેશાન
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
નવસારી શહેરમાં સવારથી અવિરત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. લુંસીકુઈ વિસ્તારની સોસાયટીઓ અને સત્યસાઈ સોસાયટીના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા સ્થાનિકો તેમજ પોલીસ… pic.twitter.com/9WSKKOXRto
નવસારીમાં બે કલાકમાં એક ઇચ વરસાદ
નવસારીમાં 1 ઈંચ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી છે. શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. સિટી ગાર્ડન સોસાયટી અને રોયલ પાર્ક સોસાયટીનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો પરેશાન બન્યા છે. દરવર્ષે ચોમાસામાં પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આરોપ છે. અનેક રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થયું હોવાનો દાવો કરાયો છે.
નવસારી ચીખલીમાં કાવેરી નદીમાં પૂર! તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ#Navsari #Chikhli #KaveriRiver #HeavyRain #GujaratNews #Monsoon #VTVDigital pic.twitter.com/mCN0lmnSmg
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
ગણદેવીના ભાટ ગામે મોટાભાગના ઘરમાં પાણી ભરાયા
નવસારી સહીત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ વચ્ચે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ગણદેવીના ભાટ ગામે મોટાભાગના ઘરમાં પાણી ભરાયા છે. પાણી ફરી વળતા ઘરોના લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ છે. જોકે તંત્ર દ્વારા ઝીંગાના તળાવની પાળ તોડવાની કામગીરી શરૂ કરી છે. ઝીંગાના તળાવની પાળ તૂટ્યા બાદ 30 મિનિટમાં પાણી ઉતરી જવાની સંભાવના છે.
વલસાડમાં વહેલી સવારથી વરસાદી માહોલ! અનેક વિસ્તારોમાં પાણી ભરાયા#Valsad #HeavyRain #Waterlogging #Monsoon #GujaratNews #ValsadNews #VTVDigital pic.twitter.com/bhJpMCq9v6
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાયું
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડ, વાપી અને કપરાડા તાલુકામાં વરસ્યો છે. મોડી રાતથી ચાલુ થયેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયું છે. વાપી ઈસ્ટ અને વેસ્ટને જોડતા અંડરપાસમાં પાણી ભરાયું છે.
આ પણ વાંચોઃ Video / સુરતમાં સામાન્ય વરસાદે ફરી ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, પાણી ભરાતા સ્થાનિકોનો SMC સામે વિરોધ

જૂનાગઢમાં સતત ત્રીજા દિવસે વરસાદ! રસ્તાઓ પર પાણી, ખેડૂતોમાં ખુશીનો માહોલ#Junagadh #Rain #Monsoon #Farmers #GujaratNews #JunagadhNews #VTVDigital pic.twitter.com/zWa7zSJJgy
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2026
જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળે છે. શહેરના અનેક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ભવનાથ અને દાતાર વિસ્તારમાં વરસાદ પડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.