બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતમાં સામાન્ય વરસાદે ફરી ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ, પાણી ભરાતા સ્થાનિકોનો SMC સામે વિરોધ
Last Updated: 01:48 PM, 19 July 2026
સુરતમાં સામાન્ય વરસાદ પડતાં જ શહેરમાં ફરી એકવાર પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. આ સ્થિતિને લઈને સુરત મહાનગરપાલિકા (SMC)ની પ્રિ-મોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે વરસાદ પહેલાં પાણીના નિકાલ માટે પૂરતી તૈયારી કરવામાં આવી નહોતી, જેના કારણે સામાન્ય વરસાદમાં પણ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. દર વર્ષે એકસરખી સ્થિતિ સર્જાતી હોવા છતાં હજુ સુધી કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રસ્તા પર પાણી ભરાતા વાહનોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકાની ટીમે વરસાદી પાણીના યોગ્ય નિકાલની કોઈ અસરકારક વ્યવસ્થા કરી નથી. જેના કારણે થોડા સમયના સામાન્ય વરસાદમાં પણ રોડ પર પાણી ભરાઈ જાય છે અને લોકોને રોજિંદા જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે વરસાદ શરૂ થતાં જ આ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે, પરંતુ હજુ સુધી તેનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. લોકોની માંગ છે કે મહાનગરપાલિકા માત્ર તાત્કાલિક કાર્યવાહી ન કરે, પરંતુ વરસાદી પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન લાવે જેથી દર વર્ષે લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
સુરતમાં ધોધમાર વરસાદની અસર | ઉધના-નવસારી રોડ પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન*
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 19, 2026
સુરત શહેરમાં પડેલા ધોધમાર વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને ઉધના-નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.… pic.twitter.com/mbj8oENDkt
ADVERTISEMENT
બીજી તરફ, સુરતના શુભમ ભાર્ગવ આવાસ વિસ્તારમાં પણ સામાન્ય વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્થાનિકોનો આરોપ છે કે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને છતાં મહાનગરપાલિકા દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવતું નથી. પાણી ભરાવાને કારણે રહેવાસીઓને આવન-જાવનમાં મુશ્કેલી પડી હતી અને આસપાસના વિસ્તારોમાં પણ અવરજવર પ્રભાવિત થઈ હતી.
ADVERTISEMENT
આ સમસ્યાના વિરોધમાં સ્થાનિકોએ રસ્તા પર ચક્કાજામ કરીને સુરત મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો રસ્તા પર બેસી ગયા હતા અને SMC વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વિરોધ દરમિયાન લોકોએ સ્પષ્ટ જણાવ્યું હતું કે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહે છે અને અનેક રજૂઆતો છતાં કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકાએ પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા કર્યા હતા, પરંતુ સામાન્ય વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા આ દાવાઓ પર સવાલો ઊભા થયા છે. હવે લોકોની મુખ્ય માંગ છે કે વરસાદી પાણીના નિકાલ માટે મજબૂત વ્યવસ્થા કરવામાં આવે અને પાણી ભરાવાની સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવે, જેથી દર વર્ષે ચોમાસામાં લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.