બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / TMKOC fame tapu aka raj anadkat tells reason of leaving show

ટીવી જગત / જાણો ટપ્પુએ કેમ તારક મહેતા શોને કહ્યું અલવિદા, કહ્યું 'મારી આ સફર ઘણી સુંદર હતી, પરંતુ...'

Published By: Arohi

Last Updated: 12:59 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Raj Anadkat Tells Reason Of Leaving Show: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનાદકટ હવે શોનો ભાગ ભલે ન હોય. પરંતુ તેમની ફેન ફોલોઈંગ જરા પણ ઓછી નથી થઈ. રાજ અનાદકટે હવે શો છોડવાના ઘણા સમય બાદ પોતાની નવી શરૂઆત વિશે વાત કરતા શો છોડવાનું કારણ જણાવ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં સૌથી પોપ્યુલર પાત્ર ટપ્પૂનું છે. જેને પહેલા ભવ્ય ગાંધી નીભાવતા હતા. પરંતુ પછી મોટા ટપ્પૂનું પાત્ર રાજ અનાદકટે નિભાવ્યું. તેમને 5 વર્ષ સુધી આ રોલ નિભાવ્યો. બાદમાં શો છોડવાનો નિર્ણય કર્યો. એવામાં રાજ અનાદકટે હવે શો છોડવાના ઘણા સમય બાદ પોતાની નવી શરૂઆત વિશે વાત કરતા શો છોડવાનું કારણ જણાવ્યું છે.  

      View this post on Instagram                      

A post shared by Raj Anadkat (@raj_anadkat)

એક્ટર કરી રહ્યા છે નવી શરૂઆત 
ગુરૂવારે રાજ અનાદકટે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. બિયર્ડ લુકમાં દેખાઈ રહેલા રાજ કોઈ ડોક્યૂમેન્ટ પર સાઈન કરી રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા તેમણે કેપ્શનમાં લખ્યું, "નવી શરૂઆત". 

તેની સાથે જ તેમને ફેંસ શુભકામનાઓ આપવા લાગ્યા. સાથે જ પુછવા લાગ્યા કે નવી શરૂઆત કઈ વસ્તુની છે. એક્ટરે તેના થોડા જ સમય બાદ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પણ પોસ્ટ કરી. તેમાં લખ્યું હતું કે તે આજે ફેંસના સવાલોના જવાબ આપશે અને તેના થોડા જ સમય બાદ યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો જેમાં પોતાના વિશે ઘણા ખુલાસ કરતા એવું પણ જણાવ્યું કે તેમણે તારક મહેતાના ઉલ્ટા ચશ્માને કેમ છોડ્યું હતું. 

      View this post on Instagram                      

A post shared by Raj Anadkat (@raj_anadkat)

વધુ વાંચો: 600 કરોડની ફિલ્મ 'કલ્કિ' માટે આનંદ મહિન્દ્રા પાસેથી લંબાવાયો મદદનો હાથ, ખોલી દીધું રિસર્ચ સેન્ટર

આ કારણે છોડ્યો શો 
રાજે જણાવ્યું, "હું જ્યાં પણ જઉ છું લોકો મને એજ સવાલ કરે છે કે તમે તારક મહેતા કેમ છોડ્યું હું ઘણી વખત આ વિશે વાત કરી ચુક્યો છું પરંતુ છતાં આજ સુધી મને આ સવાલ ખૂબ જ પુછવામાં આવે છે. માટે મેં વિચાર્યું કે આ સવાલનો જવાબ આપી દઉ. મેં આ શોમાં 5 વર્ષ સુધી કામ કર્યું, જો હું ખોટો નથી તો મેં આ શોમાં એક હજારથી વધારે એપિસોડ્સ કર્યા છે. મારી આ સફર સુંદર રહીં પરંતુ મને એક એક્ટરના રૂપમાં આગળ વધવું હતુ અને વધારે ગ્રો કરવું હતું. હું આ ક્ષેત્રમાં અલગ અલગ પાત્ર જીવવા માંગું છું અને સાથે જ જીવનમાં પણ નવી વસ્તુઓ જોવા માંગુ છું. માટે મેં આ શોને છોડવાનો નિર્ણય કર્યો. હું હંમેશા આ રોલનો આભારી છું. તમે મને ટપ્પૂના રોલમાં સ્વીકાર્યો તેના માટે પણ બધાનો આભારી છું."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

TMKOC તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા Tapu મનોરંજ Raj Anadkat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ