બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / prabhas kalki 2898 ad nag ashwin approached anand mahindra

મનોરંજન / 600 કરોડની ફિલ્મ 'કલ્કિ' માટે આનંદ મહિન્દ્રા પાસેથી લંબાવાયો મદદનો હાથ, ખોલી દીધું રિસર્ચ સેન્ટર

Published By: Arohi

Last Updated: 09:19 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Prabhas Kalki 2898 AD: પ્રભાસની 'કલ્કિ 2898 AD' ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં દસ્તક આપવાની છે. ફિલ્મને લઈને સતત બઝ છે. તેમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ જોવા મળવાના છે.

પ્રભાસની ફિલ્મ 'કલ્કિ 2898 AD' આવી રહી છે. ફિલ્મને લઈને ખૂબ જ બઝ બનેલો છે. ફેબ્રુઆરી 2020માં અનાઉન્સ થયેલી આ ફિલ્મ અત્યાર સુધી રિલીઝ નથી થઈ. પિક્ચર 9 મે એ આવવાનું હતું પરંતુ લોકસભા ચૂંટણીને લઈને મેકર્સ રિલીઝ ડેટમાં અમુક ફેરફાર કરી રહ્યા છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને અમિતાભ બચ્ચન પણ છે. જે અશ્વત્થામાનું પાત્ર નિભાવશે. 

હાલમાં જ તેમનું એક ઈન્ટ્રો ટીઝર આવ્યું હતું જેને જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. આ ફિલ્મમાં એ બધુ જ થવાનું છે જે અત્યાર સુધી કોઈએ વિચાર્યું પણ નહીં હોય. રિલીઝ પહેલા જ એક્સ પર નાગ અશ્વિનનું એક જુનુ ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે. તેમાં તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના ચેરપર્સન આનંદ મહિંદ્રાને ટેગ કર્યા અને તેમની પાસે મદદ માંગી હતી. 

600 કરોડ ફિલ્મ માટે આનંદ મહિંદ્રા પાસે માંગી હતી મદદ 
'કલ્કિ 2898 AD'ની સ્ટોરી મહાભારત કાળથી શરૂ થશે. એક પોસ્ટ દ્રારા ખુદ મેકર્સે જણાવ્યું કે ફિલ્મમાં આવતા 6000 વર્ષની ઘટનાઓ દર્શાવવામાં આવશે. હિંદૂ માયથોલોજી અનુસાર કલ્કિ, ભગવાન વિષ્ણુનો 10મો અવતાર છે. ત્યાં જ પ્રભાસ ફિલ્મમાં ભૈરવાનું પાત્ર નિભાવી રહ્યા છે. કુલ મળીને પિક્ચરની સ્ટોરી ડિસ્ટોપિયન ભવિષ્યમાં ઘટશે. 

ફિલ્મ બનાવવાની શરૂઆત તો 4 માર્ચ 2022એ થઈ હતી ત્યારે નાગ અશ્વિને એક ટ્વીટ કરી આનંદ મહિંદ્રાને જણાવ્યું, "ડિયર આનંદ મહિંદ્રા સર... અમે પ્રોજેક્ટ કે નામની એક સાયન્સ ફિક્શન ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ. તેમાં મિસ્ટર બચ્ચન, પ્રભાસ અને દીપિકા છે. અમે આ ફિલ્મની દુનિયા માટે એવી ગાડી બનાવવાના છે જે એકદમ અલગ હોય. સાથે જ આજની ટેક્નોલોજીથી ખૂબ જ આગળ છે. આ ફિલ્મ જો તે કરવામાં સફળ થઈ જાય જે કે કરવા માંગે છે તો દેશ માટે ખૂબ જ ગર્વની વાત હશે."

આ સમયે નાગ અશ્વિને આનંદ મહિંદ્રાને ટેક કરતા તેમની મદદ માંગી અને આગળ લખ્યું- "હું તમને ખૂબ જ પસંદ કરૂ છું સર... અમારી પાસે કાબિલ ઈન્ડિયન એન્જિનિયર અને ડિઝાઈનર્સની ટીમ છે. પરંતુ પ્રોજેક્ટ્સની ડિમાન્ડ એવી છે કે અમારે એક હાથનો ઉપયોગ કરી શકીએ છીએ... આવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન પહેલા ક્યારેય નથી કરવામાં આવ્યો... જો તમે અમારી તેમાં મદદ કરી શકો છો તો અમારા માટે સન્માનની વાત હશે... હકીકતે નાગ અશ્વિન ઈચ્છે છે કે આનંદ મહિંદ્રાની કંપની કલ્કિ માટે તે ગેજેટ અને ગાડિયો બનાવે જેની ડિમાન્ડ ફિલ્મમાં છે."

 

વધુ વાંચો: કપિલ શર્માના શોમાં પહેલીવાર આવ્યો આમિર ખાન, એવોર્ડ શોમાં ન જવા પર આપ્યો મજેદાર જવાબ

આનંદ મહિંદ્રાએ કરી મદદ
આ ટ્વીટના નવ દિવસ બાદ એટલે કે 13 માર્ચ 2022એ નાગ અશ્વિને બીજી એક ટ્વીટ કરી. તેમાં તેમણે બે તસ્વીરો શેર કરી. આ મહિંદ્રા રિસર્ચ વેલીમાં લેવામાં આવેલી તસ્વીરો હતી. તેમણે આનંદ મહિંદ્રાનો ધન્યવાદ કર્યો. આ પોસ્ટને રી-ટ્વીટ કરતા આનંદ મહિંદ્રાએ જવાબ આપ્યો કે- "પોતાની આ બ્લોકબસ્ટર સાયન્સ ફિક્શન ફિલ્મ માટે મારા અંદર પણ એક્સાઈટમેન્ટ ઉભી થઈ છે. મને આશા છે કે તમે આ ફિલ્મથી હોલિવુડને પણ હરાવી દેશો."

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra Kalki 2898 AD Prabhas nag ashwin આનંદ મહિંદ્રા પ્રભાસ Kalki 2898 AD

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ