બ્રેકિંગ ન્યુઝ
VTV / From when bullet train will run between Ahmedabad-Mumbai, got a clear answer in RTI
લગભગ ભારતીયો પાટા પર બુલેટ ટ્રેન ક્યારે દોડશે તેની રાહ જોઇ રહ્યો છે. એવામાં કેન્દ્રીય રેલવે અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર આપ્યા છે. તેમણે મંગળવારે કહ્યું કે દેશની પ્રથમ બુલેટ ટ્રેન માટે વિવિધ સ્ટેશનોના નિર્માણમાં ઘણી પ્રગતિ થઈ છે અને અમે 2026 માં એક વિભાગમાં પ્રથમ ટ્રેન ચલાવવા માટે તૈયાર થઈશું.
ADVERTISEMENT

આ દરમિયાન એક RTIમાં કહેવામાં આવ્યું છે એક તમામ પ્રોજેક્ટ પૂરા થયા બાદ તેની છેલ્લી તારીખ વિશે જાણવા મળશે. આ સાથે જ પ્રોજેક્ટ સાથે જોડાયેલ એક અધિકારીએ જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ક્યાં સુધી પંહોચ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NHSRCL, જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિમી લાંબા કોરિડોરનું નિર્માણ કરી રહી છે, તેને હજુ પણ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટેના તમામ જરૂરી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા નથી. આ પ્રોજેક્ટ 163 કિલોમીટરના ફ્લાયઓવર સાથે ટ્રેક પર છે. ગુજરાતમાં ટ્રેકના કામો માટે ટેન્ડર આપવામાં આવ્યા છે અને 2026 સુધીમાં સુરત અને બીલીમોરા વચ્ચે ટ્રાયલ રન શરૂ થઈ શકે છે.
ADVERTISEMENT

જણાવી દઈએ કે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમદાવાદ-મુંબઈ રૂટ પર બુલેટ ટ્રેનનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. 290 કિલોમીટરથી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ શ્રેણીમાં 8 નદીઓ પર પુલ બનાવવામાં આવ્યા છે. હાલ 12 સ્ટેશનો પર કામ ચાલી રહ્યું છે. આ સ્ટેશનો પણ તે જ તબક્કે પહોંચી ગયા છે જ્યાં કામ પૂર્ણ થવાના આરે છે.
ADVERTISEMENT
નોંધનીય છે એક બુલેટ ટ્રેનના રૂટ માટે 24 પુલ અને 7 પર્વતમાંથી ટર્નલ બનાવવામાં આવી છે. કોરિડોરમાં 7 કિલોમીટર લાંબી સમુદ્ર નીચે ટનલ પણ છે. અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કોરિડોરમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટેશન હશે.
વધુ વાંચો: રેલવેએ આપ્યા ગુડ ન્યૂઝ! હવે ઘરે બેઠા મળશે જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ, બસ આટલું કરવું જરૂરી
ADVERTISEMENT
રેલ્વે મંત્રાલયના જણાવ્યા અનુસાર મુંબઈ-અમદાવાદ રૂટ એ ભારતનો એકમાત્ર માન્ય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ છે, જેના અમલીકરણમાં જાપાન સરકાર દ્વારા મદદ કરવામાં આવી રહી છે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું સંચાલન કેન્દ્ર સાબરમતી ખાતે હશે. જે શરૂ થવાથી બંને શહેરો વચ્ચેના 508 કિલોમીટરના અંતર માટે મુસાફરીનો સમય ઘટીને માત્ર 2 કલાક થઈ જશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.