બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / તમારા કામનું / બદલાઇ ગયો EPFના રૂપિયા ઉપાડ માટેનો આ નિયમ, હવેથી નહીં અપાય આ સુવિધા

તમારા કામનું / બદલાઇ ગયો EPFના રૂપિયા ઉપાડ માટેનો આ નિયમ, હવેથી નહીં અપાય આ સુવિધા

Last Updated: 09:42 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાને કારણે મળતી છુટ હવે બંધ થઇ છે. EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા છે.

EPF withdrawal Rule Change: કોરોનાને કારણે મળતી છુટ હવે બંધ થઇ છે. EPFમાંથી પૈસા ઉપાડવાના નિયમો બદલાયા છે. EPFOએ આ સુવિધા કોવિડ રોગચાળાના પ્રથમ લહેર દરમિયાન શરૂ કરી હતી. બીજી વેવ દરમિયાન 31 મે 2021ના બીજી એડવાન્સ રકમ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સુવિધા હેઠળ કોવિડ એડવાન્સ બે વાર ઉપાડી શકાશે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા લોકો માટે કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) દ્વારા ઘણી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. હવે EPFOએ એક વિશેષ સુવિધા બંધ કરવાની જાહેરાત કરી છે. આ સુવિધા કોવિડ -19 રોગચાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે આ લાભો EPFO ​​સભ્યોને આપવામાં આવશે નહીં.

covid.jpg

12 જૂને જાહેર કરાયેલા નોટિફિકેશનમાં EPFOએ કહ્યું કે કોવિડ-19 હવે મહામારી નથી. આવી સ્થિતિમાં કોવિડ એડવાન્સની સુવિધા તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવી રહી છે. આ સુવિધા કોઈને આપવામાં આવશે નહીં. તે સમયે કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકટને દૂર કરવા માટે શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનો લાભ મુક્તિ વાળા ટ્ર્સ્ટોને પણ આપવામાં નહી આવે.

EPFO-FINAL

સુવિધા ક્યારે શરૂ કરવામાં આવી હતી?

EPFOએ આ સુવિધા કોવિડ મહામારીના પ્રથમ લહેર દરમિયાન શરૂ કરી હતી. બીજી વેવ દરમિયાન 31 મે 2021ના રોજ બીજી એડવાન્સ રકમ ઉપાડવાની પરવાનગી આપવામાં આવી હતી. આનો અર્થ એ થયો કે કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) ખાતાધારકો કોવિડ-19ની નાણાકીય જરૂરિયાતોને કારણે આ સુવિધા હેઠળ એડવાન્સ સ્વરૂપે બે વાર પૈસા ઉપાડી શકતા હતા.

Website_Ad_1200_1200_3.width-800

શ્રમ મંત્રાલયે બીજી એડવાન્સ રકમ આપી હતી

ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના દ્વારા શરૂ કરાયેલ બીજી એડવાન્સ શ્રમ મંત્રાલય દ્વારા જૂન 2021માં ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અગાઉ EPF સભ્યો માટે માત્ર એક જ એડવાન્સ રકમની મંજૂરી હતી. EPF એ કર્મચારીઓને નિવૃત્તિ લાભો પ્રદાન કરવા માટે રચાયેલ સરકારી સમર્થિત સંસ્થા છે. આ અંતર્ગત કર્મચારીઓના પગાર અને એમ્પ્લોયર દ્વારા પીએફ ખાતામાં સમાન રકમ જમા કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ પોસ્ટ ઓફિસની આ ચાર શાનદાર યોજના જે તમને બનાવશે માલામાલ, પૈસા પણ રહેશે સુરક્ષિત

તમે આ વસ્તુઓ માટે પણ પૈસા ઉપાડી શકો છો

કર્મચારી પીએફ ખાતામાંથી હોમ લોન, કંપની બંધ થવા પર, ગ્રાહક કે પરિવારના સભ્યની બીમારી, પરિવારમાં લગ્ન, હાઈસ્કૂલ પછીનું શિક્ષણ, કુદરતી આફત અને પાવર કટને લઇ એડવાન્સ તરીકે પૈસા ઉપાડી શકો છો.

સંકળાયેલા મુદ્દાઓ

EPFO rule change Business ‍ covid epidemic
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ