બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / તમારા કામનું / પોસ્ટ ઓફિસની આ ચાર શાનદાર યોજના જે તમને બનાવશે માલામાલ, પૈસા પણ રહેશે સુરક્ષિત
Last Updated: 08:53 AM, 14 June 2024
Post Office Scheme : સારા રિટર્ન માટે લોકો વિવિધ જગ્યાએ પૈસા રોકાણ કરતા હોય છે. જેમાં શેર માર્કેટ સહિતની જગ્યાએ ઈન્વેસ્ટ કરે છે. પરંતુ ત્યા પૈસા સુરક્ષિત રહે તેની કોઈ ગેરન્ટી નથી હોતી. આથી પોસ્ટ ઓફિસમાં લોકો પૈસા રોકવાનું પસંદ કરે છે. કેમ કે તેમાં નાણાં પણ સુરક્ષિત રહે છે અને સારું રિટર્ન પણ મળે છે. આજે તમને પોસ્ટ ઓફિસની એવી ચાર યોજના વિશે માહિતી આપીશું જેમાં તમે પૈસા રોકી સારું રિટર્ન મેળવી શકશો.
ADVERTISEMENT
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ
પોસ્ટ ઓફિસની આ યોજનામાં પૈસા રોકવાથી વર્ષે 7.7 ટકા વ્યાજ મળે છે. પરંતુ આ વ્યાજ એક મેચ્યોરિટી સમય બાદ જ મળે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકવા પડે છે, તેમાં મેક્સિમમ કોઈ લિમિટ નથી રાખવામાં આવી.
ADVERTISEMENT
સેવિંગ એકાઉન્ટ
પોસ્ટ ઓફિસમાં આ એકાઉન્ટ કોઈ એક વ્યક્તિ કે જોઇન્ટ પણ ખોલાવી શકાય છે. જેની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તે ગાર્ડિયનને સાથે રાખી એકાઉન્ટ ખોલાવી શકે છે. આ એકાઉન્ટ ખોલવા માટે 500 રૂપિયા ભરવા પડે છે. સેવિંગ એકાઉન્ટમાં વર્ષે 4 ટકા વ્યાજ મળે છે. જો લગાતાર ત્રણ વર્ષ સુધી કોઈ લેવડ દેવડ નહીં કરો તો ખાતુ સાઈલેન્ટ મોડમાં જતું રહે છે, તેને ફરી સંચાલિત કરવા KYC કરાવુ પડે છે.
નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટ
આ યોજનામાં અલગ અલગ સમય માટે અલગ અલગ વ્યાજદર મળે છે. જો તમે આ યોજનામાં 1 વર્ષ માટે પૈસા રોકો છો તો 6.9 ટકા વ્યાજ મળે છે. 2 વર્ષ માટે પૈસા રોકો છો તો 7 ટકા વ્યાજ મળે છે. 5 વર્ષમાં 7.5 ટકા વ્યાજ મળે છે.નેશનલ સેવિંગ ટાઇમ ડિપોઝિટ એકાઉન્ટમાં ઓછામાં ઓછાં 1000 રૂપિયા રોકાણ કરવા પડે છે જેને તમે 6 મહિના સુધી નથી ઉપાડી શકતા.
વધુ વાંચો : બોનસ શેરે કરાવ્યો બમ્પર ફાયદો, 1 લાખના મળ્યા 53 લાખ, નસીબવાળા નીકળ્યા રોકાણકારો
કિસાન વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસની આ યોજનામાં 9.7 વર્ષમાં પૈસા ડબલ થઇ જાય છે. જો તમે ઓછા સમય માટે પૈસા રોકો છો તો વર્ષે 7.5 ટકા વ્યાજ મળે છે. કિસાન વિકાસ પત્ર યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયા રોકવાના હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ગોલ્ડ પર મોટું અપડેટ / આ દિવસ સુધી ખરીદી લેજો સોનું પછી વધી જશે ભાવ, સામે આવ્યું મોટું કારણ
ADVERTISEMENT