બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:46 PM, 13 June 2024
મહારત્ન કંપની બીપીસીએલના શેરમાં પૈસાનું રોકાણ કરીને ધીરજ રાખનારા રોકાણકારોને સારું વળતર મળ્યું છે. BPCLના શેરોએ બોનસ શેરના આધારે માત્ર 15 વર્ષમાં રૂ. 1 લાખના રોકાણને રૂ. 53 લાખથી વધુમાં ફેરવી દીધું છે.
ADVERTISEMENT
મહારત્ન કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) રોકાણકારોને બોનસ શેર આપવા જઈ રહી છે. કંપની 2000 પછી પાંચમી વખત બોનસ શેર આપવા જઈ રહી છે. પાંચમી વખત BPCL દરેક શેર માટે 1 બોનસ શેર આપી રહી છે. બોનસ શેરની રેકોર્ડ તારીખ આગામી સપ્તાહે 21મી જૂન છે. જે રોકાણકારોએ બીપીસીએલના શેરમાં નાણાંનું રોકાણ કરીને ધીરજ બતાવી હતી તેમને છપ્પરફાડ વળતર મળ્યું છે. BPCLના શેરોએ માત્ર 15 વર્ષમાં રૂ. 1 લાખના રોકાણને રૂ. 53 લાખથી વધુમાં ફેરવી દીધું છે.
BPCL એ 2009 થી અત્યાર સુધી 3 વખત બોનસ શેર આપ્યા
ADVERTISEMENT
સરકારી કંપની ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) એ બોનસ શેરના આધારે રોકાણકારોને અમીર બનાવ્યા છે. આપણે 15 વર્ષના રોકાણ સમયગાળા માટે ગણતરી કરી રહ્યા છીએ. 12 જૂન 2009ના રોજ BPCLનો શેર રૂ. 69.49 પર હતો. જો તે સમયે કોઈ વ્યક્તિએ BPCLના શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો તેને 1440 શેર મળ્યા હોત. BPCL 2009 થી ત્રણ વખત બોનસ શેર આપી ચૂકી છે અને હવે આવતા સપ્તાહે ચોથી વખત બોનસ શેર આપશે.
આ રીતે 1 લાખ રૂપિયા 53 લાખથી વધુ થઈ ગયા
BPCLએ જુલાઈ 2012 માં 1:1 ના રેશિયોમાં બોનસ શેર જારી કર્યા હતા. મહારત્ન કંપનીએ જુલાઈ 2016માં 1:1ના રેશિયોમાં બોનસ શેર પણ આપ્યા હતા. કંપનીએ છેલ્લે જુલાઈ 2017માં 1:2ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. 1 લાખમાં 1440 શેર મળ્યા હતા. જો કંપની દ્વારા આપવામાં આવેલ બોનસ શેર ઉમેરવામાં આવે તો 1 લાખ રૂપિયામાં ખરીદેલા શેરની કુલ સંખ્યા 8640 બની જાય છે. BPCLનો શેર 13 જૂન, 2024ના રોજ રૂ. 619.15 પર બંધ થયો હતો. આ હિસાબે 8640 શેરની વર્તમાન કિંમત 53.49 લાખ રૂપિયા થાય છે.
વધુ વાંચોઃ ATM માંથી રૂપિયા ઉપાડવા મોંઘા પડશે! જાણો ચાર્જમાં કેટલાનો વધારો થશે
એક વર્ષમાં 65% વધારો
છેલ્લા એક વર્ષમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના શેરમાં 65%નો વધારો થયો છે. એમાં પણ છેલ્લા 6 મહિનામાં BPCL ના શેર લગભગ 39% વધ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં BPCLના શેરમાં 37%નો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 687.65 છે. જ્યારે BPCL શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર 331.50 રૂપિયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.