ઘર એક એવી ખરીદી છે જેના માટે લાંબા પ્લાનિંગ અને ઘણી તપાસની જરૂર પડે છે. આ કોઈ પણ સામાન્ય માણસ માટે જીવનની સૌથી મોટી ખરીદી હોય છે. આજકાલ યુવાનો પણ ફ્લેટ ખરીદવાનું ઘણું પસંદ કરી રહ્યા છે. તમે ઘર, ફ્લેટ અથવા પ્લોટ ખરીદો ત્યારે કેટલીક એવી બાબતો છે કે જે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ત્યારે આજે કેટલીક એવી ટિપ્સ જણાવીએ કે જે તમને ઘર ખરીદતી વખતે ઘણી મદદ કરશે.
- જો ડેવલપર અને ખરીદનાર વચ્ચે કોઈ એજન્ટ ન હોય તો કમિશનની બચત થશે. તેથી, ડેવલપર અથવા સેલર પાસેથી સીધા જ ઘર ખરીદવાનો પ્રયાસ કરો. આ રીતે તમે કિંમત પર 5 ટકા સુધી બચાવી શકો છો.
- શક્ય તેટલું રોકડ ચુકવણી કરવાનો પ્રયાસ કરો, આ તમને વધુ ડિસ્કાઉન્ટ મેળવવામાં મદદ કરશે. કારણ કે ડેવલપર્સ એકસાથે પેમેન્ટ કરવા પર ઓછી કિંમતે મકાનો વેચે છે.
- જો એક જ પ્રોજેક્ટમાં 2-4 ગ્રાહકો એક ગ્રુપમાં ઘર ખરીદે છે, તો ડેવલપર વધારાના ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.
- પ્રોપર્ટી ડીલ કરતા પહેલા તે વિસ્તારના લોકોને મળો અને પ્રોપર્ટીના સરેરાશ દરો વિશે માહિતી મેળવો. આ પછી, ડીલને સસ્તી કરવા માટે ડેવલપર સાથે ચર્ચા કરો.
- ડેવલપર્સ અને સેલર્સ ફેસ્ટિવ સિઝન દરમિયાન ઘર ખરીદનારાઓ માટે ઑફર્સ અને ડિસ્કાઉન્ટ લઈને આવે છે. તમે આ ઑફર્સનો લાભ લઈ શકો છો.
- અંડર કન્સ્ટ્રકશન ઘરની સરખામણીમાં તૈયાર ઘરો ઘણા મોંઘા હોય છે. અંડર કન્સ્ટ્રકશન ઘર માટે તમે વધુ ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો.
- તમારા મિત્રો અથવા પડોશીઓ સાથે ચર્ચા કરો જેઓ ઘર ખરીદી ચુક્યા હોય. તેઓ તમને વેચાણ માટે ઉપલબ્ધ ઘરો વિશે માહિતી આપી શકે છે. આ પછી ઘરના માલિકનો સીધો સંપર્ક કરો.
વધુ વાંચો: એકથી વધારે PF એકાઉન્ટ કેવી રીતે મર્જ કરાશે? ફોલો કરો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
- જો તમે હાઉસિંગ પ્રોજેક્ટમાં પ્રોપર્ટી ખરીદો છો, તો ખાતરી કરો કે ડેવલપરે તમામ પરવાનગીઓ કાયદેસર રીતે મેળવી લીધી છે.
- જો તમે આર્થિક બોજથી બચવા માંગતા હોવ તો તમારા બજેટ પ્રમાણે ઘર ખરીદો. ઘર ખરીદવા માટે બજેટ સેટ કરો. એ પણ નક્કી કરો કે તમને કેટલું મોટું ઘર અથવા કઈ સાઈઝના ફ્લેટની જરૂર છે.