બ્રેકિંગ ન્યુઝ
VTV / તમારા કામનું / નાનો વ્યવસાય શરૂ કરવા મોદી સરકાર આપી રહી છે 50 હજાર સુધીની લોન, આ રીતે કરો અરજી
Last Updated: 02:52 PM, 14 June 2024
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગ માટે અનેક યોજના ચલાવવામાં આવે છે. સ્ટ્રીટ વેન્ડર્સ માટે પણ એક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ વેન્ડર્સ પોતાનો રોજગાર ફરી શરૂ કરી શકે તે માટે 50 હજાર રૂપિયાની લોન આપવામાં આવે છે. આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેન્ડર્સને આત્મનિર્ભર બનાવવાનો છે. જેમાં 50 લાખથી વધુ નાના વ્યાપારીઓને આ યોજનાનો લાભ મળશે. આજે તમને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ કયા કયા લાભ મળશે તે વિશે જાણકારી આપીશું.
ADVERTISEMENT
કેન્દ્ર સરકારે 1 જૂન 2020ના રોજ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના શરૂ કરી હતી. જેનો હેતુ કોરોનાકાળ દરમિયાન જે સ્ટ્રીટ વેન્ડર્સે રોજગાર ગુમાવ્યો હતો તેમને આર્થિક મદદ કરી આત્મનિર્ભર બનાવવાનો હતો. પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ સ્ટ્રીટ ફૂડ બિઝનેસ શરૂ કરી શકો છો.
કોને મળી શકે છે યોજનાનો લાભ
ADVERTISEMENT
આ યોજનાનો લાભ ભારતીય નાગરિકને જ મળી શકે છે. જે વ્યક્તિએ ઓછામાં ઓછા 2 વર્ષ માટે ફૂટપાથ પર ધંધો વ્યાપાર કર્યો હોય તેને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ લોન મળી શકે છે. જેથી લાભાર્થી સ્ટ્રીટ ફૂડનો બિઝનેસ શરૂ કરી શકે છે.
યોજનાથી થતા ફાયદા
વ્યાજ અને સબસિડી સહિતની 10,000 થી 50,000 સુધીની મળશે લોન. જો તમે સમય મર્યાદામાં વ્યાજ ચૂકવી દો છો તો તમને 7 ટકા સુધીની સબસિડી મળશે. ડિજિટલ ચૂકવણી કરવા પર દર વર્ષે 1200 રૂપિયા સુધીનું કેશબેક મળશે. લોન લેવા માટે અરજીની પ્રોસેસ એકદમ આસાન છે. જેમાં તમારે વધારે ડોક્યૂમેન્ટ આપવાના નથી હોતા.
વધુ વાંચો: આંધી-તોફાન હોય તો પણ જમીન પર નથી પડતી બાસમતીની આ જાત, આવકમાં અપાવે છે ચોખ્ખો ફાયદો
આ રીતે કરો અરજી
જો તમે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો તમે તમારા નજીકની બેન્ક કે માઈક્રોફાઈનાન્સ ઈન્સ્ટીટ્યૂશનનો સંર્પક કરી શકો છો. આ સિવાય યોજનાની ઓફિશિયલ વેબસાઈટ https://pmsvanidhi.mohua.gov.in/ પર જઈને ઓનલાઇન અરજી પણ કરી શકો છો. અરજી કરવા માંટે તમારે ચુંટણી કાર્ડ, PAN કાર્ડ, આધાર કાર્ડ, વ્યવસાયનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઈઝ ફોટો સાથે રાખવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.