બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / Politics / Lok Sabha Election 2024 Will bjp win fourth time in Meerut Know what the equation says

Lok Sabha Election 2024 / મેરઠમાં સતત ચોથીવાર પણ ભગવો લહેરાશે કે પછી? જાણો શું કહે છે જાતીય સમીકરણ

Megha

Last Updated: 04:00 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે. જો કે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી.

મેરઠમાં બીજા તબક્કામાં 26 એપ્રિલે મતદાન થવાનું છે. આ વખતે ભાજપે મેરઠથી અરુણ ગોવિલને મેદાનમાં ઉતાર્યા છે. અરુણ ગોવિલ 66 વર્ષની ઉંમરે અરુણ ગોવિલ પોતાની રાજકીય ઇનિંગ શરૂ કરી રહ્યા છે.

પ્રખ્યાત સિરિયલ રામાયણમાં શ્રી રામની ભૂમિકા ભજવનાર અરુણ ગોવિલ એક જાણીતો ચહેરો છે અને ભાજપે મેરઠ સીટ પરથી અરુણ ગોવિલને ટિકિટ આપીને હિન્દુત્વનો સ્પષ્ટ સંદેશ આપ્યો છે. મેરઠ ભાજપનો અભેદ્ય કિલ્લો માનવામાં આવે છે. છેલ્લી 8 ચૂંટણીમાંથી 6માં ભાજપ અહીંથી જીત્યું છે.

અરુણ ગોવિલની નેટવર્થ 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર અરુણ ગોવિલની કુલ સંપત્તિ 38 કરોડ રૂપિયા છે. તેની પાસે 60 લાખ રૂપિયાની લક્ઝરી કાર પણ છે. તેમનું મુંબઈમાં આલીશાન ઘર છે. તેમની આવકના મુખ્ય સ્ત્રોત અભિનય અને જાહેરાત છે.

2011ના ડેટા અનુસાર, મેરઠની વસ્તી લગભગ 35 લાખ છે, જેમાંથી 64 ટકા હિંદુ અને 36 ટકા મુસ્લિમ છે. મેરઠમાં કુલ મતદારોની સંખ્યા 1964388 છે, જેમાંથી 55.09 ટકા પુરૂષ અને 44.91 ટકા મહિલા મતદારો છે. 2014માં અહીં મતદાનની ટકાવારી 63.12 ટકા હતી. અહીં કુલ 5 વિધાનસભા મતવિસ્તાર છે. 

2019ની લોકસભા ચૂંટણી વિશે વાત કરીએ તો  મેરઠ સીટ પરથી બીજેપીના રાજેન્દ્ર અગ્રવાલ જીત્યા હતા, તેમને 5,86,184 વોટ મળ્યા હતા. જ્યારે BSPના હાજી યાકુબ કુરેશી 5,81,455 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના હરેન્દ્ર અગ્રવાલ 34,479 મતો સાથે ત્રીજા ક્રમે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને બસપા વચ્ચે જોરદાર ટક્કર હતી. ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર અગ્રવાલ માત્ર 4,729 મતોના માર્જીનથી જીતીને સંસદમાં પહોંચ્યા હતા. 

2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં ધૂમ મચાવી હતી. તેની શરૂઆત મેરઠથી જ થઈ હતી. મેરઠમાં ભારતીય જનતા પાર્ટીને લગભગ 48% વોટ મળ્યા છે. મેરઠમાં રાજેન્દ્ર અગ્રવાલે સ્થાનિક નેતા મોહમ્મદ શાહિદ અખલાકને 2 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ નગમા આ સીટ પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહી હતી. જોકે તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

1952 માં દેશમાં પ્રથમ વખત સામાન્ય ચૂંટણીઓ યોજાઈ હતી, પરંતુ તે પછી મેરઠ માત્ર એક લોકસભા બેઠક ન હતી, પરંતુ તે લોકસભા મતવિસ્તારોમાં વિભાજિત કરવામાં આવી હતી - મેરઠ જિલ્લો (પશ્ચિમ), મેરઠ જિલ્લો (દક્ષિણ), મેરઠ જિલ્લો (ઉત્તર પૂર્વ). ત્યારપછી પશ્ચિમ બેઠક પરથી કોંગ્રેસના ખુશીરામ શર્મા, દક્ષિણ બેઠક પરથી કોંગ્રેસના કૃષ્ણચંદ્ર શર્મા અને ઉત્તર-પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના શાહનવાઝ ખાન જીત્યા હતા. જો કે, 1957 માં, ત્રણેય બેઠકોને એક લોકસભા બેઠકમાં ભેળવી દેવામાં આવી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ