બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / વાયુસેનાના કાફલા પર PAFFના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

Poonch Attack / વાયુસેનાના કાફલા પર PAFFના આતંકીઓએ હુમલો કર્યો? પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

Last Updated: 10:54 AM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Poonch Attack Latest News : પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવ્યું, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે PAFF

Poonch Attack : જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના (IAF)ના કાફલા પર હુમલો કર્યો. આ હુમલામાં એરફોર્સના એક બાહોશ જવાન શહીદ થયા જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા. પુંછમાં થયેલા હુમલામાં પીપલ્સ એન્ટી ફાસીસ્ટ ફ્રન્ટ (PAFF)નું નામ સામે આવી રહ્યું છે. આ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલું છે. PAFFએ ગયા વર્ષે પણ આવો જ હુમલો કર્યો હતો.

મહત્વનું છે કે, આતંકવાદીઓ દ્વારા આ હુમલો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે અનંતનાગ-રાજૌરી લોકસભા ક્ષેત્રમાં ત્રણ અઠવાડિયામાં મતદાન થવાનું છે. રવિવાર (5 મે) સવારથી જ પુંછના જંગલોમાં આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આતંકીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સુરક્ષા દળોએ ચેકપોઇન્ટ ગોઠવી છે અને વિસ્તારમાં ચેકિંગ ચાલુ છે. ભારતીય સેનાના વધારાના દળો શનિવારે મોડી રાત્રે પૂંચમાં જરા વાલી ગલી (JWG) પહોંચ્યા જે સર્ચ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે.

સારવાર દરમિયાન જવાન શહીદ

હુમલા બાદ ભારતીય વાયુસેનાએ કહ્યું કે, કાફલાને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે. વાયુસેનાએ કહ્યું કે, આતંકવાદીઓ સાથેની અથડામણમાં એરમેનોએ પણ જવાબી કાર્યવાહી કરી અને ગોળીબાર કર્યો. આ દરમિયાન પાંચ જવાનોને ગોળી વાગી હતી જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક એરમેન શહીદ થયા છે. પુંછમાં આ આતંકવાદી હુમલા બાદ PAFF ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આવી સ્થિતિમાં આવો જાણીએ આ આતંકી સંગઠન વિશે.

PAFFનું નામ પુંછ હુમલા સાથે કેમ જોડાયું?

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પુંછમાં ઘાતકી હુમલો કરનાર આતંકવાદી સંગઠને ગયા વર્ષે પણ આવું જ કર્યું હતું. એરફોર્સના કાફલા પર હુમલા પછી અધિકારીઓને આતંકવાદીઓના એ જ જૂથની સંડોવણીની શંકા હતી જેમણે ગયા વર્ષે 21 ડિસેમ્બરે નજીકના બફલિયાઝમાં સૈનિકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

PAFFનું જૈશ સાથે જોડાણ

એક ખાનગી મીડિયાના અહેવાલ મુજબ PAFF આતંકવાદી મસૂદ અઝહરના નેતૃત્વમાં જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલ એક સંગઠન છે. તે ઘણીવાર ઘાટીમાં આતંકવાદી હુમલાઓ કરતું રહ્યું છે. ઓગસ્ટ 2019માં જ્યારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે આ આતંકવાદી સંગઠન ચર્ચામાં આવ્યું હતું. તાજેતરના સમયમાં PAFF એ જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળો અને નાગરિકો પર મોટાભાગના આતંકવાદી હુમલાઓની જવાબદારી લીધી છે. PAFF આતંકવાદી હુમલા કરતી વખતે બોડી કેમેરાનો ઉપયોગ કરે છે. આ પછી વીડિયો જાહેર કરીને પ્રચાર કરવામાં આવે છે. ગૃહ મંત્રાલયે PAFFને ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, 1967ની કલમ 35 હેઠળ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ આતંકવાદી સંગઠને છેલ્લા કેટલાક વર્ષોમાં ઘાટીના ઘણા નેતાઓ અને કાર્યકરોને મારી નાખવાની ધમકી આપી છે.

વધુ વાંચો : જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, 1 જવાન શહીદ, 4 ઘાયલ

PAFF એ ક્યારે હુમલા કર્યા?

વાસ્તવમાં PAFFએ ગયા વર્ષે 21 ડિસેમ્બરે સેનાના કાફલા પર હુમલો કર્યો હતો. સુરનકોટ પોલીસ સ્ટેશન હેઠળ ધેરા કી ગલી અને બફલિયાઝની વચ્ચે ધત્યાર વળાંક પર આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે સૈનિકો આર્મીના વાહનમાં સર્ચ ઓપરેશન માટે જઈ રહ્યા હતા. આ ઓચિંતા હુમલામાં ચાર જવાન શહીદ થયા હતા જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા.ગયા વર્ષે જ 20 એપ્રિલે PAFF આતંકવાદીઓએ પુંછ જિલ્લાના મેંધર તહસીલના ભટ્ટા દુરિયન વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં સેનાના વાહનમાં આગ લાગી હતી જેમાં પાંચ જવાન શહીદ થયા હતા જ્યારે એક જવાન ઘાયલ થયો હતો. PAFF એ ઘટનાનો 2.5 મિનિટનો વીડિયો જાહેર કરીને હુમલાની જવાબદારી સ્વીકારી છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ