બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 DC vs GT Delhi Capitals take a big leap in the points table by beating Gujarat Titans
IPL 2024 ની 40મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં દિલ્હી કેપિટલ્સનો 4 રને વિજય થયો હતો. આ મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું, જ્યાં બંને ટીમોએ 200+ રન બનાવ્યા. આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સની આ ચોથી જીત છે અને તેની સાથે જ દિલ્હી કેપિટલ્સ ટીમને પોઈન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે.
ADVERTISEMENT
Saans toh len de be 🔥🥵 pic.twitter.com/FEgIUT7NRd
— Delhi Capitals (@DelhiCapitals) April 24, 2024
ADVERTISEMENT
જો મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 224 રન બનાવ્યા હતા. આ મેચમાં રિષભ પંતે સૌથી વધુ 43 બોલમાં અણનમ 88 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. બીજી તરફ અક્ષર પટેલે પણ અદભૂત બેટિંગ કરી હતી. તે 43 બોલમાં 66 રન બનાવીને આઉટ થયો હતો. આ બંને ખેલાડીઓએ સાથે મળીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી.
Delhi Capitals move to the sixth spot in the points table after securing two crucial points 🔵🏏#DC #RishabhPant #IPL2024 #Sportskeeda pic.twitter.com/HiCZq4MSjQ
— Sportskeeda (@Sportskeeda) April 24, 2024
ADVERTISEMENT
225 રનના લક્ષ્યાંકના જવાબમાં ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 220 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સાઇ સુદર્શને સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. તે જ સમયે, ડેવિડ મિલરે 23 બોલમાં 55 રનની ઇનિંગ રમી હતી અને રિદ્ધિમાન સાહાએ પણ 39 રનનું યોગદાન આપ્યું હતું. બીજી તરફ રાશિદ ખાને 11 બોલમાં અણનમ 21 રન બનાવ્યા હતા. પરંતુ આ ઇનિંગ્સ ટીમને જીત અપાવી શકી નહીં. ગુજરાતને છેલ્લી ઓવરમાં જીતવા માટે 19 રનની જરૂર હતી, પરંતુ તે માત્ર 14 રન જ બનાવી શક્યું હતું.
ADVERTISEMENT
વધુ વાંચો : DC vs GT: શ્વાસ થંભી જાય તેવી મેચમાં દિલ્હીની જીત, ગુજરાત છેલ્લા બોલે મેચ હાર્યું
આ જીત સાથે દિલ્હી કેપિટલ્સ ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. દિલ્હી કેપિટલ્સ ટીમે આ સિઝનમાં અત્યાર સુધીમાં 9 મેચ રમી છે અને 4 મેચ જીતી છે. બીજી તરફ ગુજરાત ટાઈટન્સની ટીમ આ હાર સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને આવી ગઈ છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.