બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 RCB Vs SRH faf du plessis breathed s sigh of relief after victory

SRH vs RCB / 'હવે અમે નિરાંતે ઉંઘી શકશું..' 6 મેચ બાદ મળેલી જીતથી ફાફ ડુપ્લેસીને થયો હાશકારો, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 10:03 AM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 RCB Vs SRH: ફાફ ડુપ્લેસીએ કહ્યું, "તમે ટીમમાં કોન્ફિડન્સની વાત ન કરી શકો. જો કોઈ વસ્તુ તમને કોન્ફિડન્સ આપી શકે છે તો તે પરફોર્મન્સ છે. ટીમો એટલી મજબૂત છે કે તમે 100 ટકા ન આપો તો તમને જ નુકસાન થશે. "

RCBના કેપ્ટન ફાફ ડુપ્લેસીએ ગુરૂવારે 25 એપ્રિલની રાત્રે SRHના સામે જીત મેળવ્યા બાદ રાહતનો શ્વાસ લીધો છે. તેમનું કહેવું છે કે આજની રાત્રે તે આરામથી સુઈ શકશે. જણાવી દઈએ કે RCBએ એક મહિના બાદ IPLમાં જીત મેળવી. બેંગ્લોરને IPL 2024માં છેલ્લી જીત 25 માર્ચે પંજાબ કિંગ્સની સામે મળી હતી. તેના બાદ ટીમ સતત 6 મેચ હારી.

આજે આરામથી ઊંઘ આવશે
ફાફ ડુપ્લેસીએ સનરાઈઝર્સ હૈદરાબાદના સામે મળેલી 35 રનોની જીત બાદ કહ્યું, "છેલ્લી બે મેચોમાં અમે લડાઈના સારા સંકેત આપ્યા છે. હૈદરાબાદના 270 રનોની સામે અમે 260 રન બનાવ્યા હતા. કેકેઆરના સામે પણ અમે 1 રનથી હાર્યા. અમે જીતના ખૂબ જ નજીક હતા. પરંતુ એક ટીમના રૂપમાં કોન્ફિડન્સ મેળવવા માટે તમને મેચ જીતવી જરૂરી હોય છે. આજ રાત્રે આરામથી ઊંઘ આવશે."

વધુ વાંચો: IPL 2024માં વ્યૂઅરશિપે તોડયા અત્યાર સુધીના તમામ રેકોર્ડ, ધોની સાથે જોડાયેલો આંકડો જાદુઇ

RCBના કેપ્ટને આગળ કહ્યું, "તમે ટીમમાં કોન્ફિડન્સની વાત ન કરી શકો, અને એવો દેખાવો પણ ન કરી શકો. જો કોઈ વસ્તુ તમને કોન્ફિડન્સ આપી શકે તો એ તમારૂ પરફોર્મન્સ છે. કોમ્પિટિશન ખૂબ જ ટફ છે. ટીમો એટલી મજબૂત છે કે જો તમે 100 ટકા ન આપો તો તમને જ નુકસાન થશે. "

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 RCB SRH victory  Faf Du Plessis સ્પોર્ટ્સ ન્યૂઝ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ