બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Weather Forecast in gujarat india heat wave
ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ તાપમાનનો પારો વધતો જઈ રહ્યો છે એવામાં વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રેહશે. પવનની દિશા બદલાતા ગરમીનો પ્રકોપ વધશે. જ્યાં રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી આસપાસ તાપમાન વધશે. જેના કારણે ગરમીનો વધુ અહેસાસ થશે.
ADVERTISEMENT

મોટાભાગના શહેરોમાં તાપમાન 42ની આસપાસ
હાલ રાજ્યમાં મોટાભાગના શહેરોમાં તાપમાન 42 ડિગ્રી આસપાસ નોંધાઈ રહ્યું છે. જેમાં ગતરોજ સૌથી વધુ તાપમાન 41.7 ડિગ્રી વલ્લભ વિદ્યાનગરમાં નોંધાયું. તાપમાનમાં હજુ વધારો થઈ શકે છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા 2 દિવસ બાદ વાદળછાયુ વાતાવરણ રહેશે તેવી પણ શક્યતા છે. વાદળછાયા વાતાવરણના કારણે ગરમીથી થોડી રાહત મળી શકે છે.
ADVERTISEMENT
આ રાજ્યોમાં 27 એપ્રલ સુધી લૂની સંભાવના
હવામાન વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, યનમ, રાયલસીમા, તેલંગાણા, કર્ણાટકના અલગ અલગ ભાગોમાં 27 એપ્રિલ સુધી લૂની સંભાવના છે.

ADVERTISEMENT
વધુ વાંચો : વડોદરા: અનોખા ઉમેદવારનો અનોખો પ્રચાર, 6 ચૂંટણીમાં હાર છતાં સાતમી વખત નોંધાવી ઉમેદવારી
છેલ્લા 24 કલાકમાં યુપીના બુલંદશહરમાં 42 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયુ. જ્યારે પ્રયાગરાજમાં 41.6, કાનપુરમાં 41.2 અને બસ્તીમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયુ. જ્યારે રાયલસીમાના વિસ્તાર અનંતપુરમાં 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યાં જ ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્ર પ્રદેશના અલગ અલગ ભાગોમાં વધારે તાપમાન 41થી 43 ડિગ્રી નોંધાયું છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.