બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Vadodara: this candidate filed nomination for seventh time despite defeat in 6 elections
વડોદરા: વડોદરા લોકસભા બેઠકમાં એક એવા પણ ઉમેદવાર છે જે પાંચ વખત લોકસભાની ચટણી લડ્યા છે દરેક વખત હાર મળ્યા છતા પણ ઉમેદવારે ફરીથી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ફોર ઇન્ડિયા (C) પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી બેરોજગારી, ગરીબી અને શિક્ષણના મુદ્દાઓ સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
કહેવાય છે કે હાર ન માનનાર વ્યક્તિને ક્યારેક તો સફળતા મળે છે. સતત હાર બાદ પણ હાર ન માનનાર લોકો જ પોતાના જીવનના સાચા યોદ્ધા હોય છે. જો કે ચૂંટણી એવી વ્યવસ્થા છે જ્યાં હાર બાદ ભલભલા ઉમેદવારો નિરાશ થઈ જાય છે. પણ તમને આજે વડોદરાના એક એવા ઉમેદવાર વિશે જણાવીએ કે જેમણે એક બાદ એક 5 વખત લોકસભા અને 1 વિધાનસભા ચૂંટણી હાર્યા છતાં હવે સાતમી વખત લોકસભા ચૂંટણી માટે દાવેદારી નોંધાવી છે. ચૂંટણી લડવી ખર્ચાળ છે અને ચૂંટણીનું ફોર્મ ભરવું પણ ખર્ચાળ છે. છતાં વડોદરાના તપનદાસ ગુપ્તા છેલ્લી 5 ટર્મથી જીતના વિશ્વાસ સાથે ફોર્મ ભરી રહ્યા છે.
ADVERTISEMENT
તપનદાસ ગુપ્તાની વડોદરા બેઠક પરથી તમામ વખતે ડિપોઝિટ જપ્ત થઈ છે. આમ છતાં તેમના ચહેરા પર નિરાશા નથી. આ વખતે પણ તેમણે જીતની આશા સાથે પ્રચાર માટે દર ચૂંટણીની જેમ મારૂતિ વાનને શણગારી છે. તપનદાસ ગુપ્તા પોતાની વાનને શણગારી વડોદરાના વિવિધ વિસ્તારોમાં ફરીને પોતાનો પ્રચાર કરી રહ્યા છે. તપનદાસ ગુપ્તાએ સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ફોર ઇન્ડિયા પાર્ટીમાંથી ફોર્મ ભર્યું છે. એટલું જ નહીં, તેઓ નાગરવાડા વિસ્તારમાં પેમ્પલેટનું વિતરણ કરી લોકો પાસે મત માગી રહ્યા છે. એક બાદ એક 6 ચૂંટણીમાં ડિપોઝીટ જપ્ત થયા બાદ પણ જુજારૂ ઉમેદવાર કેવી રીતે પોતાની જીતની આશા અડગ રાખે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.