બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:01 PM, 24 April 2024
દેશમાં લોકસભા 2024નું જનરલ ઈલેક્શન ચાલી રહ્યુ છે. પહેલા ફેઝનું મતદાન પૂર્ણ પણ થઈ ચૂક્યુ છે. ગુજરાત સહિત દેશમાં કોંગ્રેસ-ભાજપના ઉમેદવારો મોટી રેલીઓ જેવા શક્તિ પ્રદર્શન કરીને ફોર્મ પણ ભરી રહ્યા છે. તેવામાં અપક્ષ ઉમેદવારોની પણ ચર્ચા થઈ રહી છે. ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારો મોટી પાર્ટીઓ માટે માથાનો દુખાવો બની જતા હોય છે. આ અપક્ષ ઉમેદવારો કેટલીક સીટો પર જીતનું તો કેટલાક માટે હારનું કારણ બનતા હોય છે. પરંતુ તમે ક્યારેય તે વાત જાણવાનો ટ્રાય કર્યો છે ખરા કે કોઈ એક બેઠક પર સૌથી વધુ અપક્ષ ઉમેદવારો કઈ બેઠક પર અને કેટલા ઉભા રહ્યા હતા? અમે તમને આજે એવી બેઠક વિશે માહિતી આપવાના છીએ જે સીટ પર 500 જેટલા અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા.
ADVERTISEMENT
લોકસભા ચૂંટણી 2024: તમારા વિસ્તારમાં ચૂંટણીનો કેવો છે માહોલ?#LokSabhaElections2024 #LokSabhaElections #BJP #Congress #Election #vtvgujarati #vtvcard pic.twitter.com/8uzPzAlP2l
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) April 7, 2024
ADVERTISEMENT
અપક્ષ ઉમેદવારોની બોલબાલા
ચૂંટણીમાં મોટી પાર્ટીઓ દ્વારા ઉમેદવારને ટિકિટ ન મળતા બાગી લોકો ફોર્મ ભરે છે, કેટલીક વાર બીજી નારાજગીને કારણે અપક્ષ ઉમેદવારી કરાતી હોય છે. આ અપક્ષ ઉમેદવારોને કેટલાક લોકો વોટ કટાઉ તરીકે સંબોંધતા હોય છે, કેમ કે કેટલાક કિસ્સામાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારને આ અપક્ષ ઉમેદવારોથી ફાયદો થતો હોય છે. સત્તા વિરોધી વોટ ડિવાઈડ થવાથી જે તે સ્ટેટમાં સત્તાધારી પાર્ટીના ઉમેદવારને ફાયદો થાય છે. કેટલાક કિસ્સામાં પોલીટિકલ પાર્ટીઓ પોતાના ડમી ઉમેદવાર પણ ઉભા રાખતા હોય છે. જો તેમના મુખ્ય ઉમેદવારનું ફોર્મ રદ થાય તો આ ડમી ઉમેદવાર કામ આવી શકે છે. પરંતુ આજે આપણે એવી બેઠકની વાત કરવાની છે જેની પર 537 લોકોએ ફોર્મ ભર્યુ હતુ.
537 ઉમેદવારોએ ભર્યુ હતુ ફોર્મ
વર્ષ 1996માં થયેલી લોકસભા ચૂંટણીમાં આ રેકોર્ડ બન્યો હતો. જ્યાં 537 લોકોએ ચૂંટણી ફોર્મ ભરી દાવેદારી રજૂ કરી હતી. પહેલા આંધ્ર અને હવે તેંલગાણામાં આવતી નાલાગોંડા બેઠક પર આ રેકોર્ડ બન્યો હતો.જેમાં 66 મહિલાઓ પણ સામેલ હતી. તેમાં કુલ 35 લોકોની દાવેદારી રદ થઈ ગઈ હતી. છેલ્લે 480 ઉમેદવારો વધ્યા હતા જેમાં 60 મહિલાઓ હતી. દરેક મહિલાની આ ચૂંટણીમાં જમાનત જપ્ત થઈ હતી. તો 417 પુરુષોની પણ જમાનત જપ્ત થઈ હતી.
તેંલગાણાની આ નાલાગોંડા બેઠક પર તે વખતે લેફ્ટ જીતી ગયુ હતુ. આટલા બધા ઉમેદવારો હોવા છતા CPIની જીત થઈ હતી. CPIના બીડી બિક્સમને 2,77,336 વોટ મળ્યા હતા. ભાજપના ઈન્દ્રસેન રેડ્ડીને તેમને 71,757 વોટથી હરાવ્યા હતા. ત્યાં ઉભેલા તમામ ઉમેદવારને વોટ મળ્યા હતા. જેમાં સૌથી ઓછા મળવાની સંખ્યા 20 હતી જે એક અપક્ષ ઉમેદવારને મળ્યા હતા.
ADVERTISEMENT
બીજા નંબરે આ સીટનો છે રેકોર્ડ
નાલાગોંડાની સીટ બાદ સૌથી વધુ કર્ણાટકની બેલગામ બેઠક પર ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતુ. 1996ના ઈલેક્શનમાં આ બેઠક પર 521 લોકોએ ફોર્મ ભર્યુ જેમાં 58 મહિલાઓ અને 463 પુરુષ ઉમેદવારો હતા. જેમાં 2 મહિલા સહીત 12 કેન્ડિડેટોની ઉમેદવારી રદ થઈ ગઈ હતી. તો 4 મહિલા સહીત 53 લોકોએ ફોર્મ પાછુ ખેચી લીધુ હતુ. છતાં આ બેઠક પર 456 લોકો ચૂંટણી લડ્યા હતા. જેમાં 52 મહિલા સહીત 454 લોકોની જમાનત જપ્ત થઈ હતી. આ ચૂંટણીમાં જનતાદળના શિવાનંદ હેમ્પાની જીત થઈ હતી. તેમને 2,24,479 વોટ મળ્યા હતા. તેમની સામે ઉભેલા ભાજપના બાબાગૌડા પાટિલને 1,53,842 વોટ મળ્યા હતા. જનતાદળની 70,637 વોટથી જીત થઈ હતી.
વાંચવા જેવું: બચ્યાં નીતિન ગડકરી ! વારંવાર બેભાન થવાની શું બીમારી? ખતરનાક, લઈ શકે જીવ
ADVERTISEMENT
1996ના જનરલ ઈલેક્શન રહ્યુ હતુ ઈન્ટરેસ્ટિંગ
1996ના જનરલ ઈલેક્શન રસપ્રદ રહ્યુ હતુ. આ ચૂંટણી લીબરલાઈઝેશન,પ્રાઈવેટાઈઝેશન, ગ્લોબલાઈઝેશન પોલિસી લાગુ થયા બાદ પહેલી હતી. આ ચૂંટણી ઉત્તર પ્રદેશમાં પણ રસપ્રદ રીતે લડાઈ હતી. જેમાં પૂર્વ PM વાજપાઈની વિરૂદ્ધ 63 ઉમેદવારોએ ફોર્મ ભર્યુ હતુ. લખનઉની આ સીટ પર વાજપાઈ સામે મુખ્ય ઉમેદવાર સમાજવાદી પાર્ટીના રાજ બબ્બર હતા. વાજપાઈએ સમાજવાદી પાર્ટીના આ ઉમેદવારને 1,18,671 વોટથી હરાવ્યા હતા.
શાહજહાંપુરની બેઠક પર પણ 61 લોકોએ ફોર્મ ભર્યુ હતુ. 2ના ફોર્મ રદ થયા હતા તો ચાર જણાએ ફોર્મ પાછુ ખેચી લીધુ હતુ. આ ચૂંટણીમાં કોંગ્રેસના રામમૂર્તિ સિંહનો વિજય થયો હતો.તેમને SPના સત્યપાલસિંહ યાદવને 6903 મતથી હરાવ્યા હતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.