બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / VIDEO: હૈદરાબાદના મોલમાં હેનરીક ક્લાસેન ગુસ્સે ચડયો, મગજ પરથી ગુમાવ્યો કાબૂ

સ્પોર્ટ્સ / VIDEO: હૈદરાબાદના મોલમાં હેનરીક ક્લાસેન ગુસ્સે ચડયો, મગજ પરથી ગુમાવ્યો કાબૂ

Last Updated: 05:14 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેનરિક ક્લાસેન SRHનો બીજો સૌથી સફળ બેટ્સમેન છે. તેણે IPL 2024માં અત્યાર સુધી રમાયેલી 10 મેચોમાં 189.32ની સ્ટ્રાઈક રેટથી 337 રન બનાવ્યા છે.

ભારત દેશમાં ક્રિકેટની રમત લોકપ્રિય છે. અને ક્રિકેટરોના ચાહકોની સંખ્યા પણ કરોડોમાં છે. ચાહકો દ્વારા ક્રિકેટરને મળવાની ઘેલછા અને તેમની સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ લેવો તે સામાન્ય બન્યુ છે. હવે ભારતીય ક્રિકેટરોને તેની આદત પડી ગઈ છે. પરંતુ IPL રમી રહેલા વિદેશી ક્રિકેટરો માટે ચાહકોનું આ પ્રકારનું વર્તન ચિંતાજનક સ્થિતિનું નિર્માણ કરે છે. જેવું હૈદરાબાદના મોલમાં હેનરિક ક્લાસેન સાથે થયું હતું. ક્લાસેન ભારતીય ક્રિકેટર જયદેવ ઉનડકટ સાથે મોલમાં ગયો હતો. પરંતુ ત્યાં સનરાઈઝર્સ હૈદરાબાદના ચાહકોએ જે કર્યું તેનાથી તે પરેશાન બની ગયો છે. એટલુ જ નહી સાઉથ આફ્રિકાના વિકેટ કીપર બેસ્ટમેન ગુસ્સે થઇ ગયો હતો.

હેનરિક ક્લાસેનને જોઈને SRH ચાહકોની ભીડ એટલી હદે કાબૂ બહાર થઈ ગઈ હતી. હેનરિક ક્લાસેન આ ભીડમાં બરાબરના ફસાયા હતા. અને તેના નામના નારા લાગવા લાગ્યા હતા. જો કે ભારતીય ક્રિકેટર માટે આ સહન કરી શકાય તેવી સ્થિતિ હોઈ શકે પરંતુ દક્ષિણ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન માટે તે અસહ્ય હતું.

હેનરિક ક્લાસેન ભીડથી ઘેરાયો

હૈદરાબાદના એક મોલમાં હેનરિક ક્લાસેન સાથે બનેલી ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેના ચહેરા પરની સંકોચ, વ્યથા અને ગુસ્સો સ્પષ્ટપણે જોઈ શકાય છે. તે પણ જોઈ શકાય છે કે હેનરિક ક્લાસેન કેટલો અસ્વસ્થ છે અને ચાહકોને શાંત થવાની અપીલ કરે છે.

વધુ વાંચો : ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ

સુરક્ષા પર સવાલો ઉઠાવતા વીડિયો

જો કે હેનરિક ક્લાસેન સાથે ચાહકોની સમાન ભીડમાં અટવાયેલા ભારતીય ખેલાડી જયદેવ ઉનડકટ પર તેની કોઈ અસર થઈ હોય તેવું લાગ્યું નથી. તેણે ખૂબ જ આસાનીથી ભીડને પાર કરી. પરંતુ હેનરિક ક્લાસેનને ભીડમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયુ હતું તેના ચાહકો મોટી સંખ્યામાં તેની સાથે આવી ગયા હતા. તેમાં કોઈ શંકા નથી કે ચાહકોનું ક્રિકેટરો સાથે અલગ જોડાણ છે. પરંતુ, આવી તસવીરો હેરાન કરે છે. ખેલાડીઓની સુરક્ષા પર સવાલો ઉભા કરે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ