બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / સ્પોર્ટસ / ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ

IPL 2024 / ચોથી વાર આવું બન્યું! MI vs KKR મેચમાં બન્યો ગજબ રેકોર્ડ, IPLની એક જ મેચમાં બંને ટીમો ઓલઆઉટ

Last Updated: 03:25 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઇન્ડિયન્સને 24 રનથી હરાવી. આ મેચમાં બંને ટીમોએ મળીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો.

IPL 2024 ની 51મી મેચ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ. આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવી સિઝનની 7મી જીત હાંસલ કરી. ત્યારે આ હાર સાથે, મુંબઈ ઇન્ડિયન્સ માટે પ્લેઓફના તમામ દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. આ મેચમાં એક અનોખો રેકોર્ડ પણ બન્યો હતો. બંને ટીમોએ મળીને કંઈક એવું કર્યું જે આ પહેલા આઈપીએલમાં માત્ર 3 વખત જોવા મળ્યું હતું.

MI vs KKR મેચમાં બન્યો અદભૂત રેકોર્ડ

મુંબઈ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી આ મેચ બોલરોના નામે રહી હતી. આ સિઝનમાં અત્યાર સુધી લગભગ દરેક મેચ હાઈ સ્કોરિંગ રહી છે, પરંતુ આ મેચમાં બેટ્સમેન દરેક રન માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ હતી કે આ મેચમાં બંને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી. IPLના ઈતિહાસમાં આ ચોથી મેચ છે જ્યારે બંને ટીમોએ પોતાની તમામ વિકેટ ગુમાવી હોય. આ પહેલા આવું માત્ર 3 વખત થયું હતું. વર્ષ 2018 પછી આ પ્રથમ વખત હતું જ્યારે બંને ટીમો એક જ મેચમાં ઓલઆઉટ થઈ ગઈ.

IPL મેચમાં બંને ટીમો ઓલઆઉટ

  • દિલ્હી vs રાજસ્થાન રોયલ્સ, નાગપુર, 2010
  • કોલકાતા નાઈટ રાઈડર્સ vs આરસીબી, કોલકાતા, 2017
  • મુંબઈ ઇન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, મુંબઈ, 2018
  • મુંબઈ ઇન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ, 2024

24 રને જીતી ગઈ કોલકાતા નાઈટ રાઈડર્સ

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા KKRની ટીમ 19.5 ઓવરમાં 169 રન સુધી સિમિત રહી હતી, જેમાં વેંકટેશ અય્યરે 70 રન બનાવ્યા હતા જ્યારે મનીષ પાંડેએ 42 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમ 145ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. જેના કારણે KKRએ આ મેચ 24 રને જીતી લીધી હતી. KKR તરફથી બોલિંગમાં મિચેલ સ્ટાર્કે 4 જ્યારે આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી અને સુનીલ નારાયણે 2-2 વિકેટ ઝડપી હતી.

વધુ વાંચો: બચી ગયા, નહીંતર કેચ લેવાના ચક્કરમાં ન થવાનું થઇ જાત! જુઓ ધડામ દઇને કેવી રીતે ટકરાયા MIના બે ખેલાડી

12 વર્ષની KKRની રાહ ખતમ થઈ

છેલ્લા 12 વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઇન્ડિયન્સને વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં હરાવ્યું હતું. અગાઉ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ઘરઆંગણે માત્ર એક જ વાર મુંબઈ ઇન્ડિયન્સને હરાવી શકી હતી. તેને આ જીત વર્ષ 2012માં મળી હતી. ત્યારે આ માત્ર બીજી વખત છે જ્યારે KKRએ વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈને હરાવ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ