બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાત પર ચક્રવાતની આફત! ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલે આપી વંટોળની ચેતવણી

વરસાદ / ગુજરાત પર ચક્રવાતની આફત! ચોમાસાની આગાહી વચ્ચે અંબાલાલે આપી વંટોળની ચેતવણી

Last Updated: 11:54 AM, 18 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસુ બેસવાની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબર છે

કાળઝાળ ગરમીથી પરેશાન અને ચોમાસુ બેસવાની આતુરતાથી રાહ જોઇ રહેલા લોકો માટે ખુશખબર છે. રાજ્યમાં 7 થી 14 જુન વચ્ચે ચોમાસુ બેસવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે ...8 જૂનથી દરિયામાં પવન બદલાતા 14 જૂન સુધી રાજ્યમાં ચોમાસાના વરસાદનું આગમન થશે તેવું અંબાલાલે કહ્યું

હાલ આકરી ગરમી યથાવત રહેવાની આગાહી

જો કે હાલ રાજ્યમાં આકરી ગરમી યથાવત રહેશે તેવું તેમણે કહ્યું.. તેમણે કહ્યું કે મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર જશે. રાજ્યમાં આકરી લૂ લાથે પવન તથા આંધીને વંટોળ રહેશે.

તેમણે કહ્યું કે 26મે થી 4 જુન વચ્ચે રોહિણી નક્ષત્રમાં વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન આંધી, વંટોળ સાથે વરસાદ થતા લોકોને કાળઝાળ ગરમીમાં રાહત મળશે તેવું તેમણે કહ્યું

17 થી 24 જુન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસુ 7 થી 14 જુન દરમ્યાન બેસશે તેવું જણાવતા તેમણે કહ્યું કે 8 જૂનથી દરિયામાં પવન બદલાતા 14 જુન સુધીમાં તે રાજ્યમાં વરસાદ લાવશે. સાથે જ તેમણે 17 થી 24 જુન દરમ્યાન ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી. તેમણે આ વર્ષે રાજ્યમાં 106 ટકા વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચોઃ જામનગર, અમરેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી, તો અહીં પ્રતિ કલાકે 22 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ચક્રવાતની આગાહી

અંબાલાલે આ સાથે અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવવાની શક્યતા વ્યક્ત કરી છે..તેમણે કહ્યું કે મે મહિનાના અંત સુધીમાં અથવા જુનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઇ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Ambalal,Rain Forcast
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ