બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / Politics / ટેસડો પડશે! ગુજરાતની તમામ હોટલમાં 7 મેના રોજ મળશે આટલું ડિસ્કાઉન્ટ, પણ આ વસ્તુ જરૂરી

વોટ કરો / ટેસડો પડશે! ગુજરાતની તમામ હોટલમાં 7 મેના રોજ મળશે આટલું ડિસ્કાઉન્ટ, પણ આ વસ્તુ જરૂરી

Last Updated: 09:29 PM, 5 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે

ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવવાનું છે. વધુમાં વધુ લોકો મતદાન મથક પર પહોંચી વોટિંગ કરે તે માટે ચૂંટણીપંચ દ્વારા અનેક પ્રયાસો કરાયા છે. ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશને વધુમાં વધુ મતદાન માાટેના આ પ્રયાસમાં મોટુ યોગદાન પુરુ પાડ્યું છે.

ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત

લોકશાહીના આ પર્વમાં સહભાગી થઇને વધુમાં વધુ મતદાન માટે ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યોએ અનોખી પહેલ કરી છે. લોકશાહીના આ પર્વની ગર્વભેર ઉજવણી થાય અને લોકો વધુમાં વધુ મતદાન કરે એ ઉદ્દેશ્યથી ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા મતદાન કરેલ દરેક મતદાતાને મતદાનના દિવસે ભોજનના બિલમાં ૭ થી ૧૦ %નું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે અને વધુમાં વધુ મતદાન થાય એ માટેની તમામ કામગીરીમાં સહભાગી બનવાની ખાતરી પણ આપવામાં આવી છે. આમ, ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશન દ્વારા સૌ નાગરિકોને વધુમાં વધુ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા અપીલ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી શકે એ માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય હોટલ એસોસિયેશનના સભ્યો પણ સહભાગી થયા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ