બ્રેકિંગ ન્યુઝ
VTV / Nitin Gadkari ill at event: What to do when your blood sugar drops suddenly?
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે ફરી એક વાર દુખદ બનાવ બન્યો. મહારાષ્ટ્રના યવતમાલમાં આજે ભાષણ આપતાં તેઓ મંચ પર બેભાન બનીને ઢળી પડ્યા હતાં, જોકે હાજર લોકોએ તરત તેમને ઝીલી લીધાં હતા અને તાબડતોબ હોસ્પિટલ લઈ જવાયાં હતા.
ADVERTISEMENT
વધુ વાંચો : VIDEO : નીતિન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડતાં અફરાતફરી, માંડ બચ્યાં, જુઓ વીડિયો
Nitin Gadkari fainted while campaigning.
— Man Aman Singh Chhina (@manaman_chhina) April 24, 2024
pic.twitter.com/PAoembS61N
ADVERTISEMENT
નીતિન ગડકરીને સુગરની બીમારી
હકીકતમાં નીતિન ગડકરીને સુગરની બીમારી હોવાનું પણ કહેવાય છે. તેમનું સુગર ઘણું ઓછું હોય છે તેથી તેઓ મંચ પર ભાષણ આપતાં બેભાન બનતાં હોય છે. સુગરની બીમારી ખતરનાક છે ક્યારેક જીવ પણ લઈ લે. તેનાથી બચતાં રહેવું સારું.
ADVERTISEMENT
Union Minister Nitin Gadkari faints on stage while addressing an election rally in Yavatmal, Maharashtra. Gadkari is currently under observation of a medical team. Wishing @nitin_gadkari ji quick recovery. pic.twitter.com/32BUS3bRqd
— Aditya Raj Kaul (@AdityaRajKaul) April 24, 2024
ADVERTISEMENT
3 વાર આવી રીતે તબિયત બગડી
આ પહેલીવાર નથી કે જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર બેભાન બનીને ઢળી પડ્યાં હતા.
તેમની સાથે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. રાજ્યપાલ જ તેમને સ્ટેજ પર લઈ ગયા હતા. ત્યારે એવું જણાવાયું હતું કે સુગર ઓછું હોવાથી ગડકરીને ચક્કર આવે છે તરત તેમને પાણી પીવડાવાયું અને પેંડા ખવડાવવામાં આવ્યા હતા. આ પહેલા એક રેલી દરમિયાન તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા. વજન ઘટાડવા માટે નીતિન ગડકરીએ ઓપરેશન કરાવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.