બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Nitin Gadkari faints on stage during election campaign in Maharashtra's Yavatmal

યવતમાલ / VIDEO : નીતિન ગડકરી મંચ પર બેભાન બનીને ઢળી પડતાં અફરાતફરી, માંડ બચ્યાં, જુઓ વીડિયો

Hiralal

Last Updated: 04:57 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી અને નાગપુરથી ભાજપ સાંસદ નીતિન ગડકરી ચૂંટણી રેલીમાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યાં અફરાતફરી મચી હતી.

મહારાષ્ટ્રના યવતમાલમાં એક ભાષણ દરમિયાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. આને કારણે અફરાતફરી મચી હતી અને હાજર લોકો તેમને બચાવવા દોડ્યાં હતા. સ્ટેજ પર હાજર લોકોએ તેને તરત જ ઝડપી લીધાં હતા અને તરત તેમને હોસ્પિટલ લઈ ગયાં હતા. તેઓ યવતમાલમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. 

હાલમાં તબિયત સારી
હાલમાં નીતિન ગડકરીની તબિયત સારી હોવાનું જણાવાઈ રહ્યું છે. તેમની સારવાર ચાલી રહી છે. 

કેમ વારંવાર ઢળી પડે છે

નીતિન ગડકરીનું મંચ પર ચક્કર ખાઈને ઢળી પડવું પહેલી વાર નથી. આ પહેલા બે વાર તેઓ આવી રીતે ચક્કર ખાઈને ઢળી પડ્યાં હતા. હકીકતમાં તેમને સુગરની બીમારી છે અને તેથી અવારનવાર તેમને ચક્કર આવતાં હોય છે યવતમાલમાં પણ આવું જ બન્યું હતું. 

વધુ વાંચો : ડર્ટી ટોકથી નહીં આ બે ચીજથી વધે છે સેક્સનો અતિ આનંદ, વૈજ્ઞાનિકોએ શોધી પાડ્યું

નાગપુરથી લડી રહ્યાં છે લોકસભાની ચૂંટણી 
કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી નાગપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. નાગપુર બેઠક પર પ્રથમ તબક્કામાં મતદાન કરવામાં આવ્યું છે. અહીં ગડકરી કોંગ્રેસના વિકાસ ઠાકરે સામે છે. નીતિન ગડકરી અહીંથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.

2018માં પણ મંચ પર બગડી હતી તબિયત 
આ પહેલીવાર નથી કે જ્યારે ગડકરીની તબિયત અચાનક બગડી હોય. 2018માં મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓ સ્ટેજ પર બેભાન બનીને ઢળી પડ્યાં હતા. તેમની સાથે મહારાષ્ટ્રના તત્કાલીન રાજ્યપાલ વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. રાજ્યપાલ જ તેમને સ્ટેજ પર લઈ ગયા હતા. ત્યારે એવું જણાવાયું હતું કે સુગર ઓછું હોવાથી ગડકરીને ચક્કર આવે છે તરત તેમને પાણી પીવડાવાયું અને પેંડા ખવડાવવામાં આવ્યા હતા. આ પહેલા એક રેલી દરમિયાન તેમની તબિયત બગડવાના સમાચાર આવ્યા હતા. વજન ઘટાડવા માટે નીતિન ગડકરીએ ઓપરેશન કરાવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Nitin Gadkari Nitin Gadkari fainted nitin gadkari news નીતિન ગડકરી nitin gadkari
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ