બ્રેકિંગ ન્યુઝ
સુરત: સુરત લોકસભા બેઠકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે. લોકસભાની ચૂંટણી માટે તેમનું ફોર્મ રદ્દ થયું એ પછી કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. શિસ્ત સમિતિની બેઠકમાં નિલેશ કુંભાણીને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે હવે આ અંગે નિલેશ કુંભાણીની પત્નીની પ્રતિક્રિયા સામે આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાને કારણે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. એવામાં નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા બાદ પત્નીનો કોંગ્રેસ પર આરોપો લગાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નિલેશ કુંભાણીની પત્ની નીતા કુંભાણીએ પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના કાર્યકરો પણ નિલેશને અંદરો અંદર બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. નિલેશ કુંભાણીની પત્નીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે જ્યારે વોટ માગવાનો સમય હતો ત્યારે પક્ષના કાર્યકરો સાથે આવ્યા ન હતા. નીતા કુંભાણીએ કહ્યું કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું તો પણ કાર્યકરોએ મદદ ન કરી.
સુરતમાં સમગ્ર ઘટનાક્રમ બાદ નિલેશ કુંભાણી ગાયબ છે. તેવામાં નિલેશ કુંભાણી ક્યાં છે તે અંગે તેમની પત્નીએ જણાવ્યું કે તેઓ પક્ષની સાથે અમદાવાદ જવા નીકળ્યા ત્યાં સુધી સંપર્કમાં હતા.
ADVERTISEMENT
નિલેશ કુંભાણીનાં પત્ની નીતા કુંભાણીએ કહ્યું, "લોકો તો કોઈ પણ વાતો કરે. શું નિલેશ કુંભાણીએ જાતે ક્યારેય કહ્યું કે તે ભાજપમાં જોડાશે? આ ભાજપનું પોતાનું કારનામું છે. ભાજપ દ્વારા મિલીભગત કરી ફોર્મ રદ કરાવવામાં આવ્યું છે. હવે તેમના પર આરોપો લગાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પક્ષની સાથે જ રહીને પક્ષના અંદરો અંદરના કાર્યકરો પણ નિલેશને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે. ફોર્મ રદ્દ થયું એટલે એના માટે જ કાર્યવાહી કરવા નિલેશ અમદાવાદ જવા રવાના થયા હતા."
ADVERTISEMENT
વધુ વાંચો: સુરતમાં ખેલ કરનાર નિલેશ કુંભાણી પર કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી આટલા વર્ષ માટે હકાલપટ્ટી
ADVERTISEMENT
નિલેશ કુંભાણીની પત્નીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે જ્યારે વોટ માગવાનો સમય હતો ત્યારે પક્ષના કાર્યકરો સાથે આવતા ન હતા. નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારે પણ કાર્યકરોએ મદદ કરી નથી. હવે જયારે કાર્યકરોએ સાથ આપવાની જરૂર છે ત્યારે બધા ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને નિલેશ કુંભાણીને બદનામ કરે છે. પક્ષની સાથે જ રહીને નિલેશ હાઈકોર્ટમાં અપીલ કરવા માટે ઘરેથી નીકળ્યા છે. અમદાવાદ જવા રવાના થયા ત્યાં સુધી પરિવારના સંપર્કમાં જ હતા. જે બાદ તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. આ અંગે તેમની પત્નીને પૂછવામાં આવતા તેમણે એમ પણ કહ્યું કે એ અપીલ કરવા ગયા છે, નવરા નથી કે બધાની સાથે જ વાતો કરતા ફરે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.