બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kbc 16 amitabh bachchan show registration started

મનોરંજન / તમે પણ બની શકશો કરોડપતિ! આજથી KBCની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ, આવી રીતે કરો એપ્લાય

Published By: Arohi

Last Updated: 03:47 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kaun Banega Crorepati 16: કોન બનેગા કરોડપતિ 16 શરૂ થવાના 4 મહિના પહેલા જ મેકર્સની તરફથી આ શોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. એટલે કે અમિતાભ બચ્ચનને મળ્યા પહેલા તમારે ઘણી પરિક્ષાઓમાંથી પસાર થવું પડશે.

સોની ટીવીના ક્વિઝ રિયાલિટી શો કોન બનેગા કરોડપતિની 16મી સીઝનને લઈને ફેન્સની વચ્ચે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. આજે એટલે કે 26 એપ્રિલ 2024એ શોના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે. હવે તમે પણ KBC-16માં શામેલ થઈને કરોડપતિ બની શકો છો. પરંતુ તેના માટે તમારે પોતાને રજીસ્ટ્ર કરાવવું પડશે. તો આવો જાણીએ કે અમિતાભ બચ્ચનની સામે હોટ સીટ પર બેસીને કરોડપતિ બનવા માટે તમારે શરૂઆત ક્યાંથી કરવી પડશે.

અમિતાભ બચ્ચનના KBCએ ઘણા લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ શોએ ઘણા લોકોના કરોડપતિ બનાવાના સપના પુરા કર્યા. પરંતુ આપણા દેશમાં મોટાભાગે લોકો KBC એટલા માટે જોવે છે કારણ કે અમિતાભ બચ્ચન આ શોને હોસ્ટ કરે છે. જોકે આ શો જોઈને KBCમાં શામેલ થતા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી છે. આ શોનો ભાગ બનવા માટે સૌથી પહેલા તમારે સોની ટીવીના ઓટીટી એપ સોની લિવ પર જઈને પોતાને રજીસ્ટર કરાવવું પડશે. 

સૌથી પહેલા પુરૂ કરવું પડશે રજીસ્ટ્રેશન 
હાલ સોની લિવ પર KBCને લઈને બે પ્રકારના રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યા છે. એક આ એપ પર પુછવામાં આવેલા સવાલના જવાબ એસએમએસ દ્વારા મોકલવામાં આવે અને બીજુ સવાલના જવાબ સોની લિવ એપની મદદથી આગળ મોકલવામાં આવે. 

વધુ વાંચો: 'પુષ્પા 2' ને લઇ અલ્લુ અર્જુને ફીમાં કર્યો 30 ટકાનો વધારો, હવે માત્ર એક ફિલ્મ માટે વસૂલશે આટલાં કરોડ

જોકે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરતા પહેલા તમારે સોની લિવ એપ પર લોગ ઈન કરવાનું રહેશે અને ત્યાં આપેલા ફોર્મમાં સંપૂર્ણ જાણકારી ભરવાની રહેશે. આ પ્રક્રિયા બાદ જે લોકોનું શો માટે સિલેક્શન કરવામાં આવશે તેમને ઈન્ટરવ્યૂ માટે મુંબઈ બોલાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનની KBCની 16માં સીઝન 5 ઓગસ્ટ 204એ ઓન એર થશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Amitabh Bachchan Bollywood News KBC Kaun Banega Crorepati અમિતાભ બચ્ચન KBC

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ