Yuvraj Singh Jadeja present evidence regarding the govt recruitment scam
ગુજરાતભરમાં ખળભળાટ /
VIDEO : હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડના યુવરાજ સિંહે આપ્યા પુરાવા, કહ્યું મારી જાનને ખતરો
Team VTV01:10 PM, 08 Jun 22
| Updated: 01:42 PM, 08 Jun 22
યુવરાજસિંહ જાડેજાએ સરકારી ભરતીમાં કૌભાંડ મામલે પુરાવાઓ રજૂ કરી નિવેદન આપતા જણાવ્યું કે, '2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં.'
'
હેડક્લાર્ક સહિત વિવિધ ભરતીમાં કૌભાંડ મામલે યુવરાજસિંહનું નિવેદન
2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં: યુવરાજસિંહ
5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું: યુવરાજસિંહ
ગુજરાતમાં છેલ્લાં કેટલાંય સમયથી વારંવાર પેપર લીક થયાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે ફરીવાર યુવરાજસિંહ જાડેજાએ હેડ ક્લાર્કની પરીક્ષાને લઇને દાવો કરતા જણાવ્યું છે કે, '2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં. રૂપિયા 5 લાખથી લઇને 15 લાખ રૂપિયામાં સેટિંગ કરવામાં આવતું. હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફોડનારા આરોપીઓને પકડવાના હજુ બાકી છે. જવાબદાર અધિકારીઓ અને પોલીસ તંત્રને આ મામલે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યાં છે. તેમજ ATDOમાં પણ જે વ્યક્તિ OMR કોરી રાખીને આવ્યા હતાં, ધવલભાઇ પરીખ તે બાબતે પણ CMOમાં જાણ કરવામાં આવી હતી છતાં આ વ્યક્તિને લઇને કોઇ પણ પ્રકારની તપાસ નથી કરવામાં આવી.'
2016 બાદની તમામ પરીક્ષામાં પેપર ફોડવામાં આવ્યાં, જુઓ યુવરાજસિંહએ શું મોટા ખુલાસા કર્યા?
આજે હું પોલ ખોલી રહ્યો છું ત્યારે મારી જાનને પણ ખતરો છે: યુવરાજસિંહ
યુવરાજસિંહે કહ્યું કે, 'પેપર ફોડનારા લોકો સામાન્ય નથી, વગ ધરાવે છે, આજે એમની પોલ ખોલી રહ્યો છું ત્યારે મારી જાનને પણ ખતરો છે.'
પ્રાંતિજની જેમ પાલિતાણામાં પણ 22 ઉમેદવારોને પેપરની કોપી અપાઈ હતી
વધુમાં કહ્યું કે, '12/12/2021ના રોજ લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાના અમુક લોકો હજુ પણ પકડવાના બાકી છે. પ્રાંતિજની જેમ પાલિતાણામાં પણ 22 ઉમેદવારોને પેપરની કોપી અપાઈ હતી. પાલિતાણાના જૈન દેરાસરમાં 22 ઉમેદવારોને રાખવામાં આવ્યા હતાં. ધોળકામાં પણ કેટલાંક લોકોએ એકત્રિત થઈને પેપર ફોડયું હતું. તુષાર મેર નામનો વ્યક્તિ પેપર લીકમાં સંકળાયેલ છે. પ્રાંતિજના મુખ્ય આરોપી દાનાભાઈ ડાંગર છે અને તેમના જ સગાભાઈ ઘનશ્યામ ડાંગર પણ હાલ રેકેટ ચલાવે છે.'
સબ ઓડિટરની પરીક્ષામાં પણ 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા
એ સિવાય જણાવ્યું કે, 'સબ ઓડિટરની પરીક્ષામાં પણ 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા હતાં. પેપર આપવા માટે જે ગાડી વપરાય એના પણ ફોટો જાહેર કરાયા. 10 ઓક્ટોબરે પરીક્ષા હતી ત્યારે 3 કલાક પહેલાં પેપર વોટ્સઅપ કરવામાં આવ્યું હતું.' ઓડિટરની પરીક્ષાનું પેપર પણ ફોડવામાં આવ્યું હોવાના યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા હતાં. એ સિવાય જામનગર મનપાનું પેપર પણ 11 લોકોને આપવામાં આવ્યું હતું. જેએમસીનું પેપર ચોટીલામાં ફોડવામાં આવ્યું હતું.'
ધોળકામાં પણ કેટલાક લોકોએ એકત્રિત થઈને પેપર ફોડયું હતું
હેડ ક્લાર્કની પરીક્ષાને લઈને યુવરાજસિંહે ખુલાસો કરતા વધુમાં જણાવ્યું કે, 'ધોળકામાં પણ કેટલાક લોકોએ એકત્રિત થઈને પેપર ફોડયું હતું. તુષાર મેર નામનો વ્યક્તિ પેપર લીકમાં સંકળાયેલો છે. પ્રાંતિજના મુખ્ય આરોપી દાનાભાઈ ડાંગર છે. દાનાભાઈ ડાંગરના સગાભાઈ ઘનશ્યામ ડાંગર હાલ રેકેટ ચલાવે છે. સબ ઓડિટરની પરીક્ષામાં પણ 72 ઉમેદવારોને પેપર આપવામાં આવ્યા હતાં.'
પેપર આપવા માટે જે ગાડી વપરાઈ તેના પણ ફોટો જાહેર કરાયા. વી.ડી.મેર નામનો વ્યક્તિ પણ પેપર ફોડવામાં સામેલ છે. રેકેટના શકમંદ આરોપીઓ હાઇકોર્ટમાં પ્યુન છે. ઓડિટરની પરીક્ષાનું પેપર પણ ફોડવામાં આવ્યું હોવાના યુવરાજસિંહે આક્ષેપ લગાવ્યા છે. સબ ઓડિટરનું પેપર 10 ઓક્ટોબરે પરીક્ષાના 3 કલાક પહેલાં વોટસએપમાં ફરતું થયું હતું.'