બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
JEE મેઇન સેશન-2 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ 24મી એપ્રિલની મોડી રાત્રે JEE મેઇન 2024નું પરિણામ જાહેર કર્યું હતું. આ પરીક્ષામાં 56 ઉમેદવારોએ 100 પર્સેન્ટાઈલ મેળવ્યા છે, જેમાંથી મોટાભાગના ઉમેદવારો તેલંગાણા રાજ્યના છે.
Results for engineering entrance exam JEE-Main announced by National Testing Agency (NTA)
— ANI (@ANI) April 24, 2024
ADVERTISEMENT
JEE મેઇનમાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeemain.nta.ac.in પર તેમના પરિણામો ચકાસી શકે છે. કુલ 56 ઉમેદવારોએ પરિણામમાં 100 NTA સ્કોર્સ મેળવ્યા છે. 56 ઉમેદવારોમાંથી કર્ણાટકની સાનવી જૈન અને દિલ્હીની શાયના સિન્હા એ બે મહિલા છે જેમને 100 NTA સ્કોર હાંસલ કર્યો છે, બાકીના બધા પુરૂષ છે. JEE મેઇન સેશન-2ના પરિણામો 24 એપ્રિલના રોજ લગભગ 11:27 વાગ્યે બહાર પાડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
Declaration of the Result/NTA Scores for the Joint Entrance Examination [JEE (Main) - 2024] of Paper 1 (B.E. / https://t.co/iCRsualFpY.) pic.twitter.com/x9RgQOJ8EU
— National Testing Agency (@NTA_Exams) April 24, 2024
ADVERTISEMENT
JEE મેઇન સેશન-2 2024 માટેની પરીક્ષા 4 થી 12 એપ્રિલ દરમિયાન ભારતના 319 શહેરોમાં અને વિદેશના 22 શહેરોમાં યોજાઈ હતી. લગભગ 12.57 લાખ વિદ્યાર્થીઓએ JEE Mainsની પરીક્ષા આપી હતી. પરીક્ષા માટે 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.પરીક્ષા આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી.
56 ઉમેદવારોમાંથી તેલંગાણામાંથી 15, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી 7-7, દિલ્હીમાંથી 6, રાજસ્થાનમાંથી 5, કર્ણાટકના 3, ગુજરાત, તમિલનાડુ, પંજાબ અને હરિયાણામાંથી 2, ઝારખંડ, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી 1-1 વિદ્યાર્થીએ 100 ટકા માર્ક્સ મેળવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આવતીકાલે 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની કિસ્મત દાવ પર
JEE મેન્સ પરિણામ આ રીતે ચેક કરો:
1 - jeemain.nta.ac.in ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ
2 - હોમ પેજ પર JEE મેન્સ પરિણામ 2024 પર ક્લિક કરો
3 - તમારો અરજી નંબર અને જરૂરી વિગતો દાખલ કરીને સબમિટ કરો.
4 - તમારું JEE Mains સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.