બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / anil ambani reliance infra share crossed 190 rupee from 9 rupee vijay kedia

શેરબજાર / અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર પહોંચ્યો 9 થી 190 રૂપિયાને પાર

Published By: Arohi

Last Updated: 04:43 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anil Ambani Reliance Infra: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયા વધીને 190 રૂપિયાને પાર પહોંચી ગયો છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ માર્ચ 2024 ત્રિમાહીમાં રિલાયન્સ ઈફ્રાના 40 લાખ શેર ખરીદ્યા છે. કેડિયાએ રિલાયન્સ ઈફ્રામાં આ રોકાણ પોતાની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા કર્યું છે.

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયા વધીને 190 રૂપિયાને પાર પહોંચી ગયો છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેર પાછલા 4 વર્ષમાં 9 રૂપિયાથી વધીને 190 રૂપિયાના પાર પહોંચી ગયો છે. 

રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2000 ટકાનો ઉછાળ આવ્યો છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ પણ રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ લગાવ્યો છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેરનું 52 અઠવાડીયાનું હાઈ લેવલ 308 રૂપિયા છે. ત્યાં જ કંપનીના શેરનું 52 અઠવાડિયાનું લો લેવર 131.40 રૂપિયા છે. 

4 વર્ષમાં 2000 ટકા વધી ગયો રિલાયન્સ ઈંફ્રાનો શેર 
રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં જબરદસ્ત તેજી આવી છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેર 27 માર્ચ 2020એ 9.20 રૂપિયા પર હતા. કંપનીના શેર 23 એપ્રિલ 2024એ 193.20 રૂપિયા પર બંધ થઈ ગયા છે. રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં છેલ્લા 4 વર્ષમાં 2000 ટકાનો ઉછાળ આવ્યો છે. 

જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020એ રિલાન્સ ઈન્ફ્રાના શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોય અને પોતાનું રોકાણ કન્ટીન્યૂ રાખ્યું હોય તો હાલના સમયમાં આ શેરની વેલ્યૂ 21 લાખ રૂપિયા હોય. રિલાયન્સ ઈન્ફ્રાના શેરમાં છેલ્લા એક વર્ષમાં 23 ટકાની તેજી જોવા મળી છે. 

વિજય કેડિયાએ ખરીદ્યા છે 40 લાખ શેર 
દિગ્ગજ રેકાણકાર વિજય કેડિયાએ અનિલ અંબાણીની આગેવાની વાળી કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈનવેસ્ટમેન્ટ કર્યું છે. રિલાયન્સ ઈન્ફ્રાના માર્ચ 2024 ત્રીમાહીના શેરહોલ્ડિંગ ડેટા અનુસાર વિજય કેડિયાની પાસે રિલાયન્સ ઈન્ફ્રાના 40 લાખ શેર કે કંપનીમાં 1.01 ટકા ભાગીજારી છે. વિજય કેડિયાએ રિલાયન્સ ઈન્ફ્રામાં આ ઈનવેસ્ટમેન્ટ પોતાની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા કર્યું છે. 

વધુ વાંચો: સોનાના ભાવમાં ઘટાડો કે વધારો! તોફાની તેજી બાદ હવે Rate ક્યાં જઇને અટક્યાં?

વિજય કેડિયાએ માર્ચ 2024 ત્રિમાહીમાં જ રિલાયન્સ ઈન્ફ્રામાં રોકાણ કર્યું છે. કારણ કે ડિસેમ્બર 2023 ત્રણ મહિનામાં તેમનું નામ રોકાણકારોની લિસ્ટમાં ન હતું. કેડિયાએ જ્યાં રિલાયન્સ ઈન્ફ્રા પર દાવ લગાવ્યો છે ત્યાં જ સરકારી વીમા કંપની એલઆઈસીએ રિલાયન્સ ઈન્ફ્રામાં પોતાની ભાગીદેરી વેચી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Reliance Vijay Kedia anil ambani infra share અનિલ અંબાણી Share Market

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ