બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / womens t20is new world record indonesia rohmalia took 7 wickets

સ્પોર્ટ્સ / 3.2 ઓવર, 0 રન, 7 વિકેટ.. T20 ઈન્ટરનેશનલમાં અવિશ્વનિય બન્યું, વર્લ્ડ રેકોર્ડ કંડારાયો

Arohi

Last Updated: 12:30 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Womens T20: 17 વર્ષની ઓફ સ્પિનર રોહમાલિયાએ ઈન્ડોનેશિયા અને મંગોલિયાની મહિલા ટીમોની વચ્ચે રમાયેલી ટી20 સીરિઝની 5મી મેચમાં કમાલ કરી નાખ્યો. તેણે પોતાની ડેબ્યૂ મેચમાં પણ ઐતિહાસિક ઈનિંગ રમી.

17 વર્ષની ઈન્ડોનેશિયાની બોલર રોહમાલિયાએ એકલા હાથે મંગોલિયાની ટીમને ધૂળ ચટાવી દીધી છે. 24 એપ્રિલે રમાયેલી આ મેચમાં રોહમાલિયાએ ડેબ્યૂ મેચ રમી હતી અને મહિલા ટી20 ઈન્ટરનેશનલમાં ઈતિહાસનું એક નવું પાનુ લખી, નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. 

17 વર્ષની રોહમાલિયાએ પોતાની બોલિંગની ઐતિહાસિક સ્ક્રિપ્ટ ઈન્ડોનેશિયા અને મંગોલિયાની મગિલા ટીમોની વચ્ચે રમતા T20 સીરિઝની 5મી મેચ રમી. આ મેચમાં ઈન્ડોનેશિયાએ પહેલી વખત બોલિંગ કરી અને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા. આ રોહમાલિયાની પહેલી ઈન્ટરનેશનલ મેચ રહી. જેમાં તેણે બેટથી 13 રનનું યોગદાન આપ્યું.  

ઈન્ડોનેશિયાના બોલરે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ 
અટેક પર જતા જ રોહમાલિયાએ પોતાની પહેલી ઓફ સ્પિનનું એવું જાળ પાથર્યું કે મંગોલિયન ટીમ તેમાં ફસાતી ગઈ. રોહમાલિયાએ ફક્ત 3.2 ઓવર બોલિંગ કરી જેમાં તેમણે 3 મેડન ફેંકી અને વગર કોઈ રન આપે 7 વિકેટ લઈ લીધી. આ મહિલા T20 ઈન્ટરનેશનલમાં ડેબ્યૂ પર કોઈ પણ બેલરનો સૌથી સારો સ્કોર છે. 

વધુ વાંચો: 'હવે અમે નિરાંતે ઉંઘી શકશું..' 6 મેચ બાદ મળેલી જીતથી ફાફ ડુપ્લેસીને થયો હાશકારો, જુઓ શું કહ્યું

24 રનમાં ઓલઆઉટ 
રોહમાલિયાના બનાવેલા વર્લ્ડ રેકોર્ડમાં મંગોલિયાની ટીમ પર ખરાબ અસર થઈ. તે 24 રનથી વધારે ન બનાવી શક્યા અને મેચ 127 રનના મોટા અંતરથી હારી ગયા. આ પરિણામ તો ઈન્ડોનેશિયા અને મંગોલિયાની વચ્ચે રમાયેલા 5માં T20Iનું હતું. તેના બાદ બન્ને ટીમોની વચ્ચે છઠ્ઠી T20 ઈન્ટરનેશનલ મેચ પણ 24 એપ્રિલે જ રમાઈ. પોતાના ઈન્ટરનેશનલ કરિયરની બીજી મેચમાં રોહમાલિયાએ 3 ઓવરમાં ફર્ત 9 રન આપ્યા. જોકે તેમણે કોઈ વિકેટ ન મળી. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ