બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / અન્ય જિલ્લા / સુરત / વડોદરા / રૂપાલા, વિજય રૂપાણી, ગેનીબેન સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન, વોટિંગ દરમ્યાન સર્જાયા ભાવુકના દ્રશ્યો

લોકસભા ચૂંટણી 2024 / રૂપાલા, વિજય રૂપાણી, ગેનીબેન સહિત આ દિગ્ગજોએ કર્યું મતદાન, વોટિંગ દરમ્યાન સર્જાયા ભાવુકના દ્રશ્યો

Last Updated: 09:36 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં લોકસભાની 25 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે. ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દ્વારા પરિવાર સાથે મતદાન કરી પ્રતિક્રિયા આપી હતી.

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રાજકોટ બેઠકનાં ઉમેદવાર રૂપાલાએ પરિવાર સાથે અમરેલીમાં મતદાન કર્યું હતું. અમરેલીનાં ઈશ્વરીયા ગામે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરષોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે.

vlcsnap-2024-05-07-07h58m56s507-20240507080539

તમામ મતદારોના દિલમાં નરેન્દ્ર મોદી: ભીખુસિંહજી

કેબિનેટ મંત્રી ભીખુસિંહજુ પરમારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અરવલ્લીનાં મોડાસાનાં ચારણવાડા ગામે મતદાન કર્યું હતું. મતદાન કરવા પહોંચેલા ભીખુસિંહજીએ નિવેદન આપ્યું હતું કે તમામ મતદારોના દિલમાં નરેન્દ્ર મોદી છે.

vlcsnap-2024-05-07-07h58m33s982-20240507080506

કરોલી ગામ ખાતે રાજપાલસિંહ જાદવે પરિવાર સાથે કર્યું મતદાન

રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. પંચમહાલથી ભાજપનાં ઉમેદવાર રાજપાલસિંહજી જાદવે મતદાન કર્યું હતું. કરોલી ગામ ખાતે રાજપાલસિંહ જાદવે પરિવાર સાથે મતદાન કર્યું હતું.

vlcsnap-2024-05-07-07h57m59s741-20240507080440

મધ્યપ્રદેશના રાજ્યપાલે નવસારીમાં કર્યું મતદાન

નવસારી બેઠક પર વહેલી સવારથી મતદાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મધ્યપ્રદેશનાં રાજ્યપાલે નવસારીમાં મતદાન કર્યું હતું. મધ્યપ્રદેશનાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાનની ફરજ નિભાવી હતી.

vlcsnap-2024-05-07-07h57m30s178-20240507080418

શિક્ષણમંત્રીએ હાથમાં મોરપીંછ રાખી કર્યું મતદાન

શિક્ષણમંત્રી ર્ડા. કુબેર ડિંડોરે મતદાનની ફરજ નિભાવી હતી. મહીસાગરનાં ભંડારા ગામે રાજ્યનાં શિક્ષણમંત્રીએ મતદાન કર્યું હતું. શિક્ષણમંત્રીએ હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું હતું. મહિસાગરનાં ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

સુરતના પિપલોદ વિસ્તારમાં હર્ષ સંઘવીએ કર્યું મતદાન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. સુરતનાં પિપલોદ વિસ્તારમાં હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. રાજ્યનાં તમામ મતદાન મથકો પર વહેલી સવારથી મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યનાં મોટાભાગનાં નેતાઓ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા.

મતદાનને લઇ વિજય રૂપાણીનું નિવેદન

પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીઓએ નિવેદન આપ્યું હતું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. 400 પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.

vlcsnap-2024-05-07-09h03m00s042

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કર્યું મતદાન

રાજ્યની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું હતું. આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.

મતદાન કરતી સમયે ગેનીબેન ઠાકોર થયા ભાવુક

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આર્શીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી.

vlcsnap-2024-05-07-09h09m03s886

પરષોતમ રૂપાલાની જીત નિશ્ચિત છે તેવો દાવો કુંવરજી

રાજકોટનાં જસદણમાં કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું. વીંછીયાની કન્યાશાળાનાં મતદાન કેન્દ્રમાં મતદાન કર્યું હતું. કુંવરજી બાવળિયાએ પરિવાર સાથે મતદાન કર્યુ હતું. પરષોત્તમ રૂપાલાની જીત નિશ્ચિત છે. તેવો દાવો કુંવરજી બાવળિયાએ મતદાન કર્યું હતું.

vlcsnap-2024-05-07-09h35m29s055

અમરેલીના બહારપરાની શાળામાં પરિવાર સાથે કર્યું મતદાન

રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ