બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ગુજરાતમાં હજુ તો વોટિંગ શરૂ થયું છે, ત્યાં તો EVM ખામીઓ શરૂ, નવસારીમાં તો મશીન જ શરૂ ન થયું

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં હજુ તો વોટિંગ શરૂ થયું છે, ત્યાં તો EVM ખામીઓ શરૂ, નવસારીમાં તો મશીન જ શરૂ ન થયું

Last Updated: 08:31 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 Latest News: ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું, લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર અને નવસારીમાં EVM ખોટકાયા

Lok Sabha Election 2024 : લોકશાહીના મહાપર્વ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે. જેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાઇ રહ્યું છે. ગુજરાતની સુરત બેઠક બિનહરીફ થયા બાદ હવે રાજ્યની 25 લોકસભા સીટો પર મતદાન યોજાશે. આ તરફ હવે ગુજરાતમાં અનેક જગ્યાએ EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં લીંબડી, વાઘોડિયા, અમદાવાદના કાલુપુર, ભાવનગર અને નવસારીમાં EVM ખોટકાયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ લીંબડી પ્રાથમિક શાળા નંબર-4માં ઇવીએમ મશીન ખોટવાયુ છે. ઘટનાને લઈ પ્રાન્ત અધિકારી તાત્કાલિક મતદાન મથકે પહોંચ્યા છે. આ તરફ વડોદરાના વાઘોડિયામાં 3 બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ EVM બદલવા માટે રજૂઆત કરવામાં આવી છે. વાઘોડિયાના ભાડોલ, ગંગાનગર, રાજપુરા બુથ પર EVMમાં ખરાબી હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના કાલુપુરમાં EVM મશીન બગડ્યું છે. અહીં કાલુપુરની શાળા નંબર 22માં EVM બગડ્યું છે. આ તરફ EVM બંધ થતાં મતદાનમાં વિલંબ થયો હતો. આજે સવારે 7:40 વાગ્યે મતદાન શરૂ થતાં મતદાતા પરેશાન બન્યા હતા. આ તરફ ભાવનગર શહેરમાં 2 EVM ખોટકાયા છે. મિલિટરી સોસાયટીની શાળામાં 2 EVM ખોટકાયા હતા. સરકારી શાળામાં બુથ નંબર 225 પર EVM બંધ થતાં અડધા કલાકથી મતદાન રોકાતાં મતદારો અટવાયા છે. નવસારીની ટાટા બોયઝ સ્કૂલમાં EVM મશીન ચાલું થયું ન હતું. બૂથ નંબર-9નું EVM શરૂ ન થતાં લોકોની લાંબી કતાર જોવા મળી હતી. મતદાન 30 મિનિટ મોડું શરૂ થતાં મતદારો પરેશાન બન્યા હતા.

વધુ વાંચો : LIVE: PM મોદી, આનંદીબેન સહિત દિગ્ગજોએ કર્યું મતદાન, વોટિંગ બાદ શું બોલ્યા વડાપ્રધાન?

લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબક્કામાં પહોંચી ગઈ છે અને આજે વહેલી સવારથી ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આજે 93 બેઠકો માટે મતદાન થશે જેમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનો સમાવેશ થાય છે. અગાઉ, 94 બેઠકો માટે 7 મેના રોજ મતદાન થવાનું હતું પરંતુ ચૂંટણી પંચે અનંતનાગ-રાજૌરી બેઠક માટે મતદાનની તારીખ 25 મે પર મુલતવી રાખી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 બેઠકો સહિત ગોવાની 2 બેઠકો, આસામની 4, બિહારની 5, છત્તીસગઢની 7, મધ્યપ્રદેશની 8, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10 અને પશ્ચિમ બંગાળની 4 બેઠકો અને કેન્દ્રશાસિત પ્રદેશો દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવની 1-1 બેઠકોનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ