બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

VTV / ભારત / ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સની ત્રીજી અંતરિક્ષ યાત્રા ટળી, જાણો શું છે કારણ

સ્પેસ મિશન / ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સની ત્રીજી અંતરિક્ષ યાત્રા ટળી, જાણો શું છે કારણ

Last Updated: 08:41 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sunita Williams Space Mission: સુનીતા વિલિયમ્સની ત્રીજી અંતરિક્ષ યાત્રા ટળી ગઈ છે. જોકે અત્યાર સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે લોન્ચિંગની નવી તારીખ કઈ હશે. રિપોર્ટ અનુસાર ટેક્નીકલ ખામીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતીય મૂળની સુનીતા વિલિયમ્સની ત્રીજી અંતરિક્ષ યાત્રા હાલ ટળી ગઈ છે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે લોન્ચિંગની નવી તારીખ કઈ હશે. ખબર આવી રહી છે કે ટેક્નીકલ ખરાબીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તે બોઈંગ સ્ટારલાઈનર દ્વારા અંતરિક્ષમાં જવાની તૈયારી કરી રહી હતી. ખાસ વાત એ છે કે આ મિશન સફળ થવું એલન મસ્કર માટે પણ ખાસ છે.

58 વર્ષની ઉંમરમાં વિલિયમ્સ મંગળવારે પાયલેટ તરીકે ત્રીજી વખત અંતરિક્ષની ઉડાન ભરવા માટે તૈયાર હતી. તે બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનથી ઉડાન ભરવા જઈ રહી હતી. જેને ફ્લોરિડામાં કેપ કેનવેરલના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનથી છોડવામાં આવવાનું હતું.

સ્ટારલાઈનર વિલિયમ્સ અને બુચ વિલમોરને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર લઈને જશે જે સંકટગ્રસ્ત બોઈંગ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ અને ખૂબ જ પ્રતીક્ષિત સફળતા થઈ શકે છે. અંતરિક્ષ યાન સોમવારે સ્થાનીક સમયાનુસાર રાત્રે 10.34 વાગ્યે રવાના થવાનું હતું.

અંતરિક્ષ યાનના વિકાસમાં ઘણા અવરોધોના કારણે આ અભિયાનમાં ઘણા વર્ષોનું મોડુ થયું. જો આ સફળતા મળી જાય તો એલન મસ્કની સ્પેસએક્સની સાથે બીજી ખાનગી કંપની બની જશે જે ચાલક દળને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ કેન્દ્ર સુધી લઈ જવા અને પરત લાવવામાં સક્ષમ હશે.

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રશાસક બિલ નેલ્સને 22 માર્ચે એક એક પ્રેસકોન્ફરન્સમાં સ્ટારલાઈનરના આગામી અભિયાન વિશે કહ્યું હતું, "ઈતિહાસ રચાવવા જઈ રહ્યો છે. અમે અંતરિક્ષ અન્વેષણના સ્વર્ણ યુગમાં છીએ."

બે વખત કરી ચુક્યા છે અંતરીક્ષ યાત્રા સુનીતા વિલિયમ્સ

59 વર્ષની સુનીતા વિલિયમ્સ અત્યાર સુધી બે વખત અંતરિક્ષની યાત્રા કરી ચુકી છે. આ પહેલા તે 2006 અને 2012માં અંતરિક્ષ જઈ ચુકી છે. નાસા અનુસાર તેમણે અંતરિક્ષમાં કુલ 322 દિવસ પસાર કર્યા છે.

વધુ વાંચો: LIVE: સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ, પ્રધાનમંત્રી મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં કેદ

2006માં સુનીતાએ અંતરિક્ષમાં 195 દિવસ અને 2012માં 127 દિવસ પસાર કર્યા હતા. 2012ના મિશનની ખાસ વાત એ હતી કે સુનીતાએ ત્રણ વખત સ્પેસ વોક કરી હતી. સ્પેસ વોક વખતે અંતરિક્ષ યાત્રી સ્પેસ સ્ટેશનની બહાર આવે છે. જોકે પહેલી યાત્રા વખતે તેમણે ચાર વત સ્પેસ વોક કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ