રાજ્યમાં વરસાદને લઈ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 25 સપ્ટેમ્બરથી જે પશ્ચિમ-દક્ષિણ રાજસ્થાનનાં જે ભાગો છે ત્યાંથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. 27 અથવા 28 સપ્ટેમ્બરથી ગુજરાતમાંથી પણ ચોમાસાની વિદાય થશે. ચોમાસાની વિદાયની જે શરૂઆત છે.
NIA Raid Updates: છેલ્લા થોડા મહિનાઓમાં ખાલિસ્તાની આતંકીઓ અને ગેંગસ્ટર્સની વચ્ચે સંબંધોની જાણકારી સામે આવી છે. તેના બાદથી જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એલર્ટ મોડમાં છે.
હિન્દુ ધર્મમાં પૂજાનું વિશેષ મહત્વ છે. હિન્દુ પરિવારોમાં પૂજા અને આરતી નિયમિતપણે કરવામાં આવે છે. આ ઉપરાંત હિન્દુ ધર્મમાં પૂજાના કેટલાક નિયમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનું ધ્યાન રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
વિશ્વ પ્રવાસન દિવસ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રંટ ખાતે આવતા પ્રવાસીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી છે, તો સોમનાથ, અંબાજી તથા દ્વારકા જેવા ધાર્મિક-આધ્યાત્મિક સ્થળો પણ વિદેશીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
લોકસભા અને વિધાનસભામાં મહિલાઓને 33 ટકા અનામત જાહેર કર્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાત આવતા મહિલાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે વડાપ્રધાન અમદાવાદ ગ્લોબલલ સમિટનું ઉદ્ઘાટન કરશે. ત્યારે બાદ દાહોદ તેમજ છોટા ઉદેપુરનાં ખાતે 5206 કરોડના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
samachar supar fast news : ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં થયેલ ભારે વરસાદના પગલે અસરગ્રસ્ત વિસ્તારમાં વેપાર, વાણિજ્ય અને આર્થિક પ્રવૃતિના એકમોને રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાનુ રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.
વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં હવે બહુ દિવસો બાકી નથી. ICC ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહી છે. દરેક ટીમે 9 મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ભારતની મેચ દરમિયાન હવામાન કેવું રહેશે. વાંચો સંપૂર્ણ અહેવાલ...
સુરતમાં સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો પર્દાફ્રાશ થયો છે. જેમાં દીકરાની સારવાર માટે એક પિતાએ દિવસભર ભટકવું પડ્યું હતું. આ સમગ્ર બાબત CMO ને ધ્યાને આવતા મામલો થાળે પડ્યો હતો.
Ahmedabad cyber crime : ભારત -પાકિસ્તાનની ક્રિકેટ મેચને લઈ નકલી ટિકિટ પધરાવતા ગઠિયાએ પણ એક્ટિવ થયા છે, ગાંધીનગર PDPUનો વિદ્યાર્થી રવિતેજા પજ્ઞા પંડિત છેતરાયો છે
ઉત્તરાખંડના નૈનિતાલમાં ગેરકાયદેસર રીતે ધમધમી રહેલા એક કેસિનોનો પર્દાફાશ થયો છે. પોલીસે જુગાર રમી રહેલા 21 યુવાનો અને ગંદો ડાન્સ કરી રહેલી 12 બાર બાળાઓની ધરપકડ કરી છે.
રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. ત્યારે ગુજરાતમાંથી ચોમાસુ સંપૂર્ણ 9 ઓક્ટોમ્બર સુધીમાં વિદાય થઈ જશે.
જો તમને પણ બપોરે રોટલી ખાધા પછી ઊંઘ આવતી હોય તો તે સામાન્ય નથી. જો આવું દર બીજા કે ત્રીજા દિવસે થાય છે, તો તે સંકેત છે કે શરીરમાં ઘણા રોગો વિકાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં તમારે આ સમસ્યાનો ઉપચાર કરવો જરૂરી છે.
કોરોનાં કાળનાં થોડા સમય બાદ એકાએક લોકોનાં હાર્ટ એટેકથી મોત નિપજવાનાં બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રવિવારે જ ભાવનગરમાં હાર્ટ એટેક આવતા એક વ્યક્તિનું સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આજે જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું.
અમદાવાદમાં અનંત ચતુર્દશીના દિવસે ચીફ ફાયર ઓફિસર, એડિશનલ ચીફ ફાયર ઓફિસર, ચાર ડિવિઝનલ ફાયર ઓફિસર વગેરે ઉચ્ચ અધિકારીની સાથે મોટી મૂર્તિનાં વિસર્જન માટે તંત્ર દ્વારા દરેક કુંડ પાસે લગભગ એક મળીને કુલ ૫૦થી પણ વધુ ક્રેન તહેનાત કરાશે.