બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / PM Modi in Malda said my last or next birth may be in west bengal

પશ્ચિમ બંગાળ / 'પ્રેમ તો જુઓ..હવે મારો જન્મ બંગાળમાં થશે', માલદાની રેલીમાં કેમ આવું બોલ્યા PM મોદી

Vidhata

Last Updated: 05:19 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં રેલી કરી. રેલી દરમિયાન મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા. પીએમે ડાબેરીઓ પર પણ નિશાન સાધ્યું. પીએમએ તેમની રેલીમાં સંદેશખલી કેસનો પણ ઉલ્લેખ કર્યો. મોદીએ કહ્યું કે સંદેશખલીમાં મહિલાઓ પર આટલા અત્યાચારો થયા અને ટીએમસી સરકાર અંત સુધી મુખ્ય આરોપીને બચાવતી રહી.

શુક્રવારે પશ્ચિમ બંગાળની ત્રણ લોકસભા બેઠકો પર મતદાન ચાલુ છે. આ દરમિયાન પીએમ મોદીએ માલદા જિલ્લામાં જનસભાને સંબોધિત કરી છે. આ દરમિયાન તેમણે રાજ્યની મમતા સરકાર પર જબરદસ્ત નિશાન સાધ્યું. પીએમ મોદીએ ડાબેરીઓ પર પણ આકરા પ્રહારો કર્યા. મોદીએ કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે બંગાળ આખા દેશના વિકાસનું નેતૃત્વ કરતુ હતું, પરંતુ પહેલા ડાબેરીઓએ અને પછી ટીએમસીના લોકોએ બંગાળની આ મહાનતાને ઠેસ પહોંચાડી, બંગાળના સન્માનને ઠેસ પહોંચાડી, વિકાસને અટકાવી દીધો. 

ક્યારેય લૂંટવાની તક છોડતી નથી TMC 

પીએમએ રેલીમાં એમ પણ કહ્યું કે પીએમ કિસાન સન્માન નિધિના 8 હજાર કરોડ રૂપિયા સીધા બંગાળના 50 લાખથી વધુ ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવ્યા છે. પરંતુ, ટીએમસી સરકાર તમને લૂંટવાની કોઈ તક છોડતી નથી. બંગાળના વિકાસ માટે હું કેન્દ્રથી બંગાળ સરકારને જે પૈસા મોકલું છું તે ટીએમસીના નેતાઓ, મંત્રીઓ અને વચ્ચેના માણસો સાથે મળીને ખાઈ જાય છે.

પીએમ મોદીએ સભામાં એમ પણ કહ્યું કે તમે એટલો બધો પ્રેમ આપો છો... એવું લાગે છે કે કાં તો હું મારા પાછલા જન્મમાં બંગાળમાં જન્મ્યો હતો અથવા પછીના જીવનમાં બંગાળની માતાના ખોળે જન્મ લેવાનો છું.

મહિલાઓ સાથે દગો થયો 

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મા-માટી-માનુષની વાતો કરીને સત્તામાં આવેલી ટીએમસીએ સૌથી મોટો દગો અહીંની મહિલાઓ સાથે જ કર્યો છે. જ્યારે અમારી સરકારે મુસ્લિમ બહેનોને અત્યાચારોથી બચાવવા માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો ત્યારે ટીએમસીએ તેનો વિરોધ કર્યો. સંદેશખલીમાં મહિલાઓ પર ઘણા અત્યાચારો થયા અને ટીએમસી સરકાર અંત સુધી મુખ્ય આરોપીને બચાવતી રહી.

વધુ વાંચો: 'હવે કોઈને પણ શંકા...', EVM પર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ચૂંટણી આયોગની પ્રથમ પ્રતિક્રિયા

વડાપ્રધાને વધુમાં કહ્યું કે, 'ટીએમસી અને કોંગ્રેસ વચ્ચે તુષ્ટિકરણની સ્પર્ધા ચાલી રહી છે. રાજ્ય સરકાર બંગાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને લાવીને વસાવવાનું કામ કરે છે. આ ઘૂસણખોરોને તમારી જમીન અને ખેતરો પર કબજો કરવા દે છે. કોંગ્રેસ તમારી સંપત્તિ આવી વોટ બેંકમાં વહેંચવાની વાત કરી રહી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ