બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / અમદાવાદ / આજે ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં, અમિત શાહ સહિત આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં કેદ

લોકસભા ચૂંટણી 2024 / આજે ગુજરાતની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં, અમિત શાહ સહિત આ દિગ્ગજોનું ભાવિ થશે EVMમાં કેદ

Last Updated: 07:10 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. આજે રાજ્યની લોકસભાની 25 બેઠકો તેમજ વિધાનસભાની 5 બેઠકો પર મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે.

આજે રાજ્યની 25 બેઠકો પર મતદાન યોજાનાર છે. ત્યારે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. આજે ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. લોકસભાની સાથે સાથે 5 વિધાનસભા બેઠક પર પણ મતદાન યોજાનાર છે. રાજ્યમાં 49768677 લોકો મતદાન કરશે. રાજ્યમાં 25616540 પુરૂષ મતદારો છે. 24150603 સ્ત્રી મતદારો નોંધાાયા છે.જ્યારે રાજ્યમાં 10036 શતાયું મતદારો છે.

રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે

રાજ્યમાં 50960 બીયુ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 49140 વીવીપેટ મશીનનો ઉપયોગ થશે. રાજ્યમાં 50788 મતદાન મથકો પર મતદાન થશે. 17275 શહેરી વિસ્તારો મતદાન મથકો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 33513 મતદાન મથકો છે. જ્યારે 1225 મતદાન મથકો પર મહિલા સંચાલન કરશે. 24893 મતદાન મથકો ઉપર લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવશે.

બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી

રાજ્યની 25 બેઠકો પર 266 ઉમેદવારો મેદાનમાં છે. અમદાવા પૂર્વ બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો છે. બારડોલી બેઠક પર સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 12 લાખ કરતા વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરી શકશે 18 થી 29 વય જૂથનાં કુલ 1,15,06,188 યુવા મતદારો છે. 4,19,584 મતદારો 85 વર્ષથી વધુ વય ધરાવતા છે. રાજ્યમાં 3,75,673 દિવ્યાંગ મતદારો છે.

5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓમાં 1,282 મતદાન મથકોમાં મતદાન થશે

રાજ્યમાં સૌથી વધુ નવસારી બેઠક પર 22,23,550 મતદારો છે. ભરૂચ લોકસભા બેઠકમાં સૌથી ઓછા 17,23,353 મતદારો છે. અમદાવાદ પૂર્વ બેઠક પર 1820 મતદાન મથકોમાં 2 બીયુ નો વપરાશ થશે. કુલ 40960 બીયુ, 49140 સીયુ, 49140 વીવીપેટનો ઉપયોગ થશે. 5 વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીઓમાં 1282 મતદાન મથકોમાં મતદાન થશે. પેટા ચૂંટણીમાં 1282 બીયુ, 1282 સીયુ અને 1282 વીવીપેટનો ઉપયોગ થશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન

ગુજરાતમાં આજે લોકસભાની 25 બેઠકો પર મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદનાં રાણીપમાં મતદાન કરશે. રાણીય નિશાન સ્કૂલમાં વડાપ્રધાન મોદી મતદાન કરશે. 7 વાગ્યે વડાપ્રધાન મોદી રાજભવનથી નીકળશે. સવારે 7.30 વાગ્યે વડાપ્રધાન મોદી મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન બાદ વડાપ્રધાન સીધા એરપોર્ટ પહોંચશે. એરપોર્ટથી વડાપ્રધાન મોદી ઈંદોર જવા માટે રવાના થશે.

ગાંધીનગર લોકસભા માટે 1938 મથકો પર થશે મતદાન

આજે રાજ્યની 25 લોકસભા બેઠક પર મતદાન યોજાવાનુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાનાં ઉમેદવાર અમિત શાહ મત આપશે. સવારે 8.30 વાગ્યે નારણપુરામાં અમિત શાહ મત આપશે. ગાંધીનગર લોકસભા માટે 1938 મથકો પર મતદાન થશે. 21.82 લાખ મતદારો મતદાન કરશે.

વડોદરામાં 19 લાખ 32 હજાર 348 લોક કરશે મતાધિકારનો ઉપયોગ

આજે લોકસભાની ચૂંટણીનો મહાપર્વ છે. વડોદરામાં 19 લાખ 32 હજાર 348 લોકો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે. 27 હજાર 97 યુવા મતદારો પહેલીવાર મતદાન કરશે. વડોદરામાં કુલ 1802 મતદાન મથકો ચૂંટણી પંચે તૈયાર કર્યા છે. મહિલા સંચાલિત 70, યુવા સંચાલિત 20, પીડબલ્યું ડીસી સંચાલિત 10 અને 10 મોડેલ બુથ તૈયાર કરાયા છે. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં 2 લાખ 48 હજાર 801 મતદારો મતદાન કરશે. ચૂંટણીપંચ દ્વારા 280 મતદાન મથકો ઉભા કરાયા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ