બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / બનાસકાંઠામાં ચૌધરી કે ઠાકોર? 2009થી ભાજપનો દબદબો, 1962 પછી ફરી રચાશે ઈતિહાસ

Election 2024 / બનાસકાંઠામાં ચૌધરી કે ઠાકોર? 2009થી ભાજપનો દબદબો, 1962 પછી ફરી રચાશે ઈતિહાસ

Last Updated: 06:59 AM, 7 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતક્ષેત્ર પૈકી 4 પર ભાજપ, 2 કોંગ્રેસ અને એક અપક્ષ ધારાસભ્ય છે, જેમનું ભાજપને સમર્થન છે. અહીંના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો ચૌધરી, ઠાકોર મતદારોનો પ્રભાવ છે

લોકસભા ચૂંટણી 2024માં બનાસકાંઠા લોકસભા બેઠક રાજ્યમાં સૌથી વધુ ચર્ચાસ્પદમાની એક બેઠક રહી છે. આ સીટ પર બંને મુખ્યપક્ષો દ્વારા મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા ગેનીબેન ઠાકોરને ઉતારવામાં આવ્યા જ્યારે ભાજપે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. ગુજરાતની આ એકમાત્ર બેઠક છે જ્યાં મહિલાઓ વચ્ચે લડાઈ છે. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે ત્રીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ છે ત્યારે જાણીએ આ બેઠક વિશ

banaskantha-1-Bethak-1

મહિલા vs મહિલા

ભાજપના ઉમેદવાર ડો.રેખા ચૌધરી શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે જે નોકરી છોડીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. રેખાબેન લોકોની વચ્ચે જઇ કહતા હતા કે, હું તમારી બધી સમસ્યાઓ દિલ્હીમાં ઉઠાવીશ. હું હિન્દી અને અંગ્રેજી સારી રીતે બોલી શકું છું. ત્યારે બનાસકાંઠામાં દીકરી અને બહેન વચ્ચે કોણ જીતશે? મતદારો કોને પસંદ કરે છે તે તો 4 જૂને જ ખબર પડશે, પરંતુ ગુજરાતની બનાસકાંઠા બેઠક મહિલા વચ્ચેના જંગને લઇ ચર્ચામાં રહી. રેખા ચૌધરી પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ગેનીબેન ઠાકોર લાંબા સમયથી રાજકારણમાં છે. તેઓ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.

bansakantha-Bethak-2

રેખા ચૌધરી ગણિતના પ્રોફેસર છે

ભાજપના ઉમેદવાર ડો.રેખાબેન ચૌધરી ગલબાભાઈ ચૌધરીના પૌત્રી છે. ગલબાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી હતી. રેખા ચૌધરીએ M.Sc., M.Phil અને પીએચ.ડી. (ગણિત) થયેલા છે. અને તેઓ 44 વર્ષથી પાલનપુરમાં રહે છે. 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર હતા. રેખા ચૌધરી ભાજપના મોરબી જિલ્લા પ્રભારી ડો. હિતેશ ચૌધરીના પત્ની છે. ડો. હિતેશભાઈ અગાઉ પક્ષ માટે કચ્છ જિલ્લાના પ્રભારી, બનાસકાંઠા જિલ્લાના ભાજપ મહાસચિવ અને રાજ્ય કક્ષાએ ગુજરાતમાં બીજેવાયએમના ત્રણ વખત પદાધિકારી રહી ચૂક્યા છે.

banasakantha-Bethak-3

banskamatha--Bethak-4

banskantha--Bethak-5

ગનીબેનને કોણ છે ?

ગેનીબેન ઠાકોર કોંગ્રેસના નેતા છે. 2017માં તેઓ વાવમાંથી ભાજપના દિગ્ગજ નેતા શંકર ચૌધરીને હરાવીને પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા. ગેનીબેન 2012માં વાવમાંથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા પરંતુ હારી ગયા હતા. ત્યારબાદ તેઓ વાવ મતવિસ્તારમાંથી 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 6655 મતોના માર્જિનથી જીત્યા. ગેનીબેન 2022 માં ફરીથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. 2019 માં ગેનીબેન ઠાકોરે સમાજની અપરિણીત છોકરીઓ માટે મોબાઇલ ફોન પ્રતિબંધ મૂકવાના સમાજના નિર્ણયને ટેકો આપ્યો હતો. ત્યારે તે લાઇમલાઇટમાં આવ્યા હતા.

banskantha-Bethak-6

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ