બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / Lok Sabha Election 2024 why did the Samajwadi Party change the candidate in UP Kannauj seat at the last minute

લોકસભા ચૂંટણી 2024 / આખરે છેલ્લી ઘડીએ કેમ UPની કન્નૌજ સીટ પર સમાજવાદી પાર્ટીએ બદલ્યા ઉમેદવાર? આ રહ્યું મુખ્ય કારણ

Megha

Last Updated: 09:55 AM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. થોડા દિવસો પહેલા જ આ સીટ અખિલેશના ભત્રીજા અને લાલુ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને આપવામાં આવી હતી.

લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય પક્ષો દરરોજ નવી રણનીતિ બનાવતા જોવા મળે છે. અખિલેશ 2024ની લોકસભા ચૂંટણીને લઈને ખૂબ જ મૂંઝવણમાં લાગે છે. તેનું કારણ વારંવાર ટિકિટ બદલવાની તેમની વ્યૂહરચના છે. હાલ ઉત્તર પ્રદેશ (UP) ની કન્નૌજ લોકસભા બેઠક હાલ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. 

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અખિલેશ યાદવ કન્નૌજ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે થોડા દિવસો પહેલા જ આ સીટ અખિલેશના ભત્રીજા અને લાલુ યાદવના જમાઈ તેજ પ્રતાપ યાદવને આપવામાં આવી હતી.આ ઘટનાક્રમને લઈને રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી છે. 

તેજ પ્રતાપના નામની જાહેરાત બાદ કન્નૌજ સીટ પર ચર્ચા શરૂ થઈ હતી. જેમ જેમ વધુ સમય પસાર થયો તેમ તેમ અખિલેશ યાદવ પોતે આ બેઠક પરથી તેમની જગ્યાએ ચૂંટણી લડશે અને હવે સપાના વરિષ્ઠ નેતા રામ ગોપાલ યાદવે જાહેરાત કરી છે કે અખિલેશ યાદવ કન્નૌજથી લોકસભા ચૂંટણી લડશે. તેમણે કહ્યું, "પાર્ટીમાં કોઈ મૂંઝવણ નથી. હવે સ્પષ્ટ છે કે અખિલેશ યાદવ ચૂંટણી લડવા જઈ રહ્યા છે."

અખિલેશ યાદવે ટિકિટ કાપવાની અને બદલવાની નીતિમાં તમામ રાજકીય દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. સપાએ 4 બેઠકો પર બે વખત ઉમેદવારો બદલ્યા. જેમાં ગૌતમ બુદ્ધ નગર, મિસરિખ, મેરઠ અને બદાઉન સીટ સામેલ છે. જ્યારે 9 બેઠકો પર એકવાર ઉમેદવારો બદલવામાં આવ્યા છે. જેમાં મુરાદાબાદ, રામપુર, બિજનૌર, બાગપત, સુલતાનપુર, વારાણસી અને કન્નૌજ જેવી સીટોનો સમાવેશ થાય છે.

હવે પ્રશ્ન એ થાય કે આખરે અખિલેશ યાદવ માટે કન્નૌજ બેઠક આટલી મહત્વની કેમ છે? અને અહીંથી તેજ પ્રતાપ યાદવની એન્ટ્રીથી સપાને કેવો ખતરો દેખાય છે? અને અખિલેશ યાદવની લડાઈથી અહીં શું બદલાવ આવશે?

જાણકારોના મતે કન્નૌજ સીટ માટે સપાના ઉમેદવાર તેજ પ્રતાપ યાદવને બદલીને અખિલેશને ઉતારવા પાછળ ઘણા કારણો હતા. કન્નૌજ જિલ્લા એકમનું પ્રતિનિધિમંડળ લખનૌમાં અખિલેશ યાદવને મળ્યું. તેમને કહેવામાં આવ્યું હતું કે અખિલેશ યાદવ ચૂંટણી લડે તો સારું રહેશે. કારણ કે કન્નૌજના અડધા લોકો તેજ પ્રતાપને ઓળખતા પણ નથી. તેજ પ્રતાપના વ્યક્તિત્વનો કરિશ્મા ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠક સામે અસરકારક રહેશે નહીં.

વધુ વાંચો: આવતીકાલે 13 રાજ્યોની 88 સીટો પર મતદાન, રાહુલ ગાંધી, હેમા માલિની સહિત આ દિગ્ગજોની કિસ્મત દાવ પર
 
એ વાત તો જાણીતી જ છે કે 1999 થી 2019 સુધી કન્નૌજ સીટ આ પરિવાર પાસે છે. વર્ષ 1999માં મુલાયમ સિંહ યાદવ કન્નૌજ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. મુલાયમ સિંહ પછી અખિલેશ યાદવ આ બેઠક પરથી એક પેટાચૂંટણી અને બે લોકસભા ચૂંટણીમાં જીત્યા હતા. 2014માં અખિલેશે આ સીટ ડિમ્પલ યાદવને આપી હતી, જ્યાં મોદી લહેર હોવા છતાં તે આ સીટ બચાવવામાં સફળ રહી હતી, પરંતુ 2019માં સુબ્રત પાઠકે સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવને હરાવ્યા હતા.  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ